Site icon Revoi.in

દેશમાં મોબાઈલ રિચાર્જ પ્લાન મોંઘા થવાની સંભાવના

Social Share

દિલ્હી: ભારતમાં લગભગ અંદાજે 100 કરોડ જેટલા લોકો મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે. મોટાભાગના લોકો ઈન્ટરનેટ સાથે પણ જોડાયેલા છે ત્યારે દેશની બીજા નંબરની મોટી કંપની ભારતી એરટેલ દ્વારા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે દેશમાં મોબાઈલ કોલ અને ઈન્ટરનેટ રિચાર્જની કિંમતમાં વધારો થઈ શકે છે.

કંપનીના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે એરટેલ ચાર્જ વધારવાના મામલે નિર્ણય લેવામાં અચકાશે નહીં. કંપની ગ્રાહક દીઠ સરેરાશ આવક (ARPQ) રૂપિયા 200 સુધી પહોંચવા માગે છે. ગયા વર્ષે નવેમ્બરમાં જ એરટેલે સૌથી પહેલા મોબાઈલ અને અન્ય સેવાઓના ભાવ 18 ટકાથી વધારીને 25 ટકા કર્યા હતા.

એરટેલ બાદ રિલાયન્સ જિયો અને વોડાફોન-આઈડિયાએ પણ તેમના કોલ રેટ અને અન્ય સેવાઓ મોંઘી કરી દીધી છે.

ભારતી એરટેલના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે, “મને અપેક્ષા છે કે 2022માં ટેરિફના દરો વધારો થશે છે. જોકે, આગામી ત્રણ-ચાર મહિનામાં આવું નહીં થાય. હજુ પણ સિમ સ્ટ્રેન્થ અને તેજી પાછી આવવાની રાહ જોઈ રહ્યા છીએ. મને આશા છે આગામી રાઉન્ડમાં ફી વધારાનો થશે. જો કે, તે હરીફો દ્વારા નક્કી કરવાનું છે. ભૂતકાળની જેમ આ વખતે પણ અમે ડ્યુટી વધારામાં આગેવાની લેતા અચકાઈશું નહીં. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના ચોખ્ખા નફામાં ઘટાડો થયો છે.