Site icon Revoi.in

મોબાઈલનું સ્પીકર બંધ થઈ ગયું છે? તો આ રીતે હવે જાતે જ કરો રીપેર

Social Share

અત્યારના સમયમાં મોબાઈલ એટલા સસ્તા મળવા લાગ્યા છે કે લોકોના ફોનમાં થોડી પણ તકલીફ પડે તો મોબાઈલ બદલી લેતા હોય છે. આવામાં ખાસ કરીને સૌથી વધારે તો લોકોના ફોનના સ્પીકર બગડી જતા હોય છે. તો હવે તે લોકો જાતે જ ઘરે રીપેર કરી શકે છે. કેટલીકવાર સ્પીકર પર ગંદકી જમા થવાને કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે, તેથી તેને સાફ કરવું જરૂરી છે. જે પછી તેમાંથી યોગ્ય અવાજ આવવા લાગે છે.

આ માટે સૌથી પહેલા તમારી પાસે મોબાઈલ ક્લિનિંગ કિટ હોવી જોઈએ. જો તમારી પાસે હોય તો તે સારું છે, નહીં તો એકવાર તમારે તેના માટે પૈસા ખર્ચવા પડશે અને તમે તેનો કાયમ ઉપયોગ કરતા રહેશો.

તે જ સમયે, ઘરે ફોનના સ્પીકરને સાફ કરવાની એક સરળ રીત પણ બ્રશ છે. આ માટે સોફ્ટ બ્રિસ્ટલ બ્રશ લેવું પડશે અને પછી તેની મદદથી ફોનના સ્પીકરને હળવા હાથે સાફ કરવું પડશે.

સ્ટીકી ટેપ લગાવીને ફોનના સ્પીકર પર જમા થયેલી ગંદકીને સાફ કરી શકો છો. આ માટે, ટેપનો એક નાનો ટુકડો લો અને તેને સ્પીકર પર સારી રીતે લગાવો, પછી તેને ધીમે ધીમે દૂર કરો. આના કારણે ટેપ પર તમામ ગંદકી બહાર આવશે.