1. Home
  2. ગુજરાતી
  3. કોરોના વેક્સિનના વેક્સિનેશનમાં મોબાઈલ ટેક્નોલોજીનો થશે ઉપયોગ – પીએમ મોદી
કોરોના વેક્સિનના વેક્સિનેશનમાં મોબાઈલ ટેક્નોલોજીનો થશે ઉપયોગ – પીએમ મોદી

કોરોના વેક્સિનના વેક્સિનેશનમાં મોબાઈલ ટેક્નોલોજીનો થશે ઉપયોગ – પીએમ મોદી

0
Social Share
  • દેશ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસનો આરંભ આજથી
  •   વેક્સિસેનશનમાં મોબાઈલ ટેક્નોલોજીનો ઉપયોગ થશે – પીએમ મોદી

દિલ્હીઃ-વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ મંગળવારે ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ (આઇએમસી) 2020 ને સંબોધન કરતાં દેશમાં સમયસર 5G ટેકનોલોજી શરૂ કરવા સાથે મળીને કામ કરવા માટેનું આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે, તે વિચારવું અને યોજના બનાવવી મબહત્વપૂર્ણ છે કે, આવનારી તકનીકી ક્રાંતિથી આપણે જીવનને કેવી રીતે વધુ સારુ બનાવી શકીશું.

આઇએમસી 2020 નું આયોજન ભારત સરકારના ટેલિકમ્યુનિકેશન્સ વિભાગ અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીઓએઆઈ) દ્વારા કરવામાં આવી રહ્યું છે.જે 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી શરુ રહેશે.

કોરોના વાયરસ મહામારીને પહોંચી વળવા ટૂંક સમયમાં વેક્સિન ઉપલબ્ધ થવાની શક્યતાઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોવિડ -19 રસીકરણ અભિયાનમાં મોબાઇલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, મોબાઈલ ટેક્નોના ઉપયોગથી અરબો ડોલરોનો લાભ તેમના સાચા લાભાર્થીઓને પહોંચડાવામાં ઘણી સફળતા મળી છે,કોરોના વાયરસ મહામારી દરમિયાન આજ ટેક્નોલોજીથી ગરિબો અને સમાજના વંચિત લોકોને ધણી મદદ પહોચાડવામાં આવી છે,તેમણે વધુમાં જણઆવ્યું હતું કે, મોબાઈલ ટોલનોલોજીની મદદથી આપણે વિશ્વના સૌથી મોટા કોરોના વેક્સિનેશનની દિશામાં આગળ વધીશું.

પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે,  સારી સ્વાસ્થ્ય સેવા, સારી શિક્ષા આપણા ખેડૂત વર્ગ માટે ખાસ પ્રકારની માહિતીઓ, નાના નાના ઉદ્યોગ એકમો માટે માર્કેટ સુધી પહોંચવા માટેનું જે લક્ષ્ય છે તે તરફ આપણે આવનારી ટેકનોલોજીની મદદથી આગળ વધી શકીએ છીએ. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, આવો આપણે ભારતને દૂરસંચાર ઉપકરણો, ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે સાથે મળીને કામ કરીએ. લાખો ભારતીયોને સશક્તિકરણ આપવા માટે, 5જી તકનીકની સમયસર લોન્ચિંગ સુનિશ્ચિત કરવા આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code