મોબાઈલ યુઝરને લાગશે ઝટકો ! Jio-Airtelના રિચાર્જ પ્લાન થઈ શકે છે મોંઘા,આટલો વધશે ખર્ચ
ભારતમાં ફોનનું બિલ ટૂંક સમયમાં વધી શકે છે. ટેલિકોમ કંપનીઓ Airtel, Jio અને Vi ટૂંક સમયમાં રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરી શકે છે. વિશ્લેષકોના મતે ટેલિકોમ કંપનીઓ ટેરિફમાં 10 ટકા સુધીનો વધારો કરી શકે છે.બ્રોકરેજ ફર્મ જેફરીઝે પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે.
રિપોર્ટ અનુસાર, 5G લોન્ચ થયા બાદ એરટેલ અને Jio FY 23, FY24 અને FY25 ના ચોથા ક્વાર્ટરમાં વધી શકે છે.વિશ્લેષકના મતે છેલ્લા ટેરિફ વધારાનો તમામ લાભ ટેલિકોમ કંપનીઓને મળ્યો છે.
હવે ટેલિકોમ કંપનીઓની આવક અને માર્જિન દબાણ હેઠળ છે.જેના કારણે ટેલિકોમ કંપનીઓ માટે ટેરિફમાં વધારો જરૂરી બની ગયો છે.એરટેલના અધિકારીઓએ ઘણી વખત ટેરિફ વધારવાની વાત કરી છે.કંપની સતત વધુ સારા ARPU વિશે વાત કરતી રહે છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં Jio, Airtel અને Viના ARPU (યુઝર ઓન એવરેજ રેવન્યુ)માં થોડો વધારો થયો હતો.કોઈપણ ટેલિકોમ કંપની માટે ARPU ખૂબ મહત્વ ધરાવે છે.આ સાથે, તમે ટેલિકોમ કંપનીના પ્રદર્શનને માપવાના સ્કેલ પર વિચાર કરી શકો છો.જ્યાં Jioના ARPUમાં 0.8 ટકાનો વધારો થયો હતો.
જ્યારે Viએ 1 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી, જ્યારે એરટેલે 4 ટકાની વૃદ્ધિ હાંસલ કરી હતી. તાજેતરમાં, એરટેલે કેટલાક સર્કલમાં તેના ન્યૂનતમ રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. ટેલિકોમ કંપનીએ બે સર્કલમાં ન્યૂનતમ રિચાર્જની કિંમત વધારીને 155 રૂપિયા કરી દીધી છે, જે પહેલા 99 રૂપિયા હતી.