નવી દિલ્હીઃ આજે સાંજે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વાર શપથ લઇ રહ્યાં છે. તેમની સાથે મંત્રી મંડળમાં સમાવેશ થનાર સાંસદોને પ્રધાનમંત્રી આવાસ પર બોલાવવામાં આવ્યાં હતા. યૂપીથી રાજનાથસિંહ, એસ.પી.બધેલ બિહારથી LJP ના ચીરાગ પાસવાન અને જીતનરામ માંજી, ગુજરાતમાંથી મનસુખ માંડવિયા અને સી.આર.પાટીલ TDP માંથી રામ મોહન નાયડુ અને પી. ચંદ્રશેખર પેમ્પાસા આ ઉપરાત અમિત શાહ, જે.પી.નડ્ડા, બી.એલ.શર્મા, પંકજ ચૌધરી, અન્નપૂર્ણા દેવી, શિવરાજસિંહ ચૌહાણ, રામદાસ આઠવલે, ભૂપેન્દ્ર યાદવ, રામનાથ ઠાકુર, અજય ટમ્ટા, રાવ ઇન્દ્રજિતસિંહનો સમાવેશ થાય છે. આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા શૈલેન્દ્ર મિશ્રા આપી રહ્યાં છે.
પ્રધાનમંત્રી તરીકે સતત ત્રીજી વાર આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદી શપથ લેશે. સાંજે 7.15 મીનિટે,, NDA સરકાર શપથ ગ્રહણ કરશે. 2014 બાદ સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદી ઇતિહાસ બનાવવા જઇ રહ્યાં છે. આ શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂના રેકોર્ડની બરોબરી કરશે. શપથ ગ્રહણ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજઘાટ પહોચ્યા હતાં ત્યાં તેઓએ મહાત્માં ગાંધીને શ્રધ્ધાંજલી અર્પણ કર્યા હતાં. ત્યાર બાદ તેમનો અટલ સ્મારક જઇ અટલજીને નમન કર્યુ હતુ. ત્યારબાદ તેઓ નેશનલ પાર્ક મેમોરીયલમાં,, શહિદોને પણ શ્રદ્ધાસુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.