મોદી કેબિનેટમાં ફેરફાર, કિરેન રિજીજુને બનાવાયા ભૂ વિજ્ઞાન મંત્રી બનાવાયા, તો હવે તેમનું પદ સંભાળશે અર્જુન રામ મેઘવાલ
- મોદી કેબિનેટમાં મોટો ફેરફાર
- કિરેન રિજીજુને બનાવાયા ભૂ વિજ્ઞાન મંત્રી બનાવાયા,
- કાયદામંત્રીની જવાબદારી સંભાળશે રામ મેઘવાલ
દિલ્હીઃ- : પીએમ મોદી કેબિનેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કિરેન રિજિજુને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનો પોર્ટફોલિયો સોંપવામાં આવી રહ્યો છે. અર્જુન રામ મેઘવાલને કિરેન રિજિજુના સ્થાને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.
કિરેન રિજિજુ અરુણાચલ પ્રદેશથી આવે છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ નિવૃત્ત ન્યાયાધીશો પર કરેલી ટિપ્પણીઓને કારણે ચર્ચામાં રહેતા હતા. કિરેન રિજિજુએ કોલેજિયમ સિસ્ટમ વિશે પણ કહ્યું હતું કે દેશમાં કોઈ કોઈને ચેતવણી આપી શકે નહીં. દેશમાં દરેક વ્યક્તિ બંધારણ પ્રમાણે કામ કરે છે.
રાજસ્થાનના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે. કિરેન રિજિજુને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સોંપવામાં આવ્યું છે. સરકારના કેબિનેટના ફેરબદલ કરાયો છે.
તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે તેમણે આગળ લખ્યું, હું સમાન ઉત્સાહ સાથે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને પરિપૂર્ણ કરવા માટે આતુર છું. હું ભાજપના નમ્ર કાર્યકર તરીકે આ વાત સ્વીકારું છું.
મંત્રાલયમાં ફેરફાર બાદ કિરેન રિજિજુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યાયતંત્રનો આભાર માન્યો છે. તેમણે લખ્યું, માનનીય પીએમ શ્રી નરેન્દ્ર મોદી જીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન તરીકે સેવા આપવી એ એક વિશેષાધિકાર અને સન્માનની વાત છે. હું માનનીય ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ, સર્વોચ્ચ અદાલતના તમામ ન્યાયાધીશો, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને ન્યાયાધીશો, નીચલી અદાલતો અને સમગ્ર કાયદા સત્તાવાળાઓને ન્યાયની સરળતા સુનિશ્ચિત કરવા અને અમારા લોકોને કાનૂની સેવાઓ પૂરી પાડવામાં પુષ્કળ સહયોગ આપવા બદલ આભાર માનું છું.