- મોદી સરકારનો મોટો નિર્ણય
- અંગ્રેજોએ બનાવેલો 250 વર્ષ જૂનો કાયદો બદલાયો
- આ કારણોસર બદલાવાની પડી ફરજ
દિલ્હી : મોદી સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી દેશ અને દેશના હિત માટે અનેક પ્રકારના પગલા અને નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે મોદી સરકાર દ્વારા વધુ એક પગલું ભરવામાં આવ્યું છે જેમાં અંગ્રેજો દ્વારા 250 વર્ષ પહેલા બનાવવામાં આવેલો કાયદો બદલવામાં આવ્યો છે.
નવા કાયદા અનુસાર હવેથી આ પોલિસી હેઠળ જાહેર પ્રોજેક્ટ માટે સેના પાસેથી જમીન ખરીદી શકાશે, તેના બદલામાં સેનાને તેની પાસેથી લેવામાં આવેલી જમીનનો બજાર ભાવ અથવા તો એટલી જ રકમના ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની મંજૂરી મળશે. એટલે કે ડિફેન્સ સાથે જોડાયેલી જમીનને એટલી જ રકમની જમીન આપવાના બદલે અથવા બજાર ભાવ પ્રમાણે ચૂકવણી પર લેવામાં આવશે.
જાણકારી અનુસાર વર્ષ 1765 પછી પહેલી વાર ડિફેન્સ લેન્ડ પોલિસીમાં ફેરફાર કરાઈ રહ્યો છે. તે વખતે બ્રિટીશ જમાનામાં બંગાળના બેરકપુરમાં પહેલી કેન્ટોનમેન્ટ છાવણી બનાવાઈ હતી. ત્યારે સેનાની જમીનને સેનાના કામ સિવાયના બીજા કામ માટે જમીન વેચાણ પર પ્રતિબંધ મૂકાયો હતો. જોકે પછીથી 1801માં ઈસ્ટ ઈન્ડીયા કંપનીના ગર્વનર જનરલ ઈન કાઉન્સિલે આદેશ આપ્યો હતો કે કોઈ પણ કેન્ટોનમેન્ટનો કોઈ પણ બંગલો અને ક્વોર્ટર કોઈ એવા વ્યક્તિને વેચવાની મંજૂરી નહીં હોય જે સેના સાથે ન જોડાયેલા હોય.
મીડિયા રિપોર્ટ અનુસાર રક્ષા મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે મેટ્રોની બિલ્ડિંગ, રસ્તાઓ, રેલવે તથા ફ્લાઓવર જેવા મોટા જાહેર પ્રોજેક્ટ માટે સેનાની જમીનની જરુર છે.
મોદી સરકારે કેન્ટોનમેન્ટ બીલ 2020 માં સુધારો કરવાનું શરુ કરી દીધું છે જેથી કરીને કેન્ટોનમેન્ટ ઝોનનો પણ વિકાસ થઈ શકે.