- શ્રીરામ એરપોર્ટ માટે મોદી સરકારે આપ્યા રૂપિયા
- 250 કરોડ રૂપિયા આપ્યા
- પીએમ મોદીનો માન્યો આભાર
અયોધ્યા: કેન્દ્ર સરકારે રામનગરી અયોધ્યામાં નિર્માણાધીન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ માટે 250 કરોડ રૂપિયા આપ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ પહેલ બદલ પીએમ મોદીનો આભાર માન્યો છે. શુક્રવારે સીએમ યોગીએ ટ્વીટ કરીને કહ્યું કે,ભગવાન રામના પવિત્ર શહેર અયોધ્યામાં નિર્માણાધીન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટના નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી 250 કરોડની રકમ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાર્દિક આભાર અને કેન્દ્રિય મંત્રી હરદીપ પુરીનો આભાર માન્યો.
આ પહેલા યોગી સરકારે તેના કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. જ્યાં અયોધ્યા જિલ્લામાં નિર્માણાધીન એરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ રાખવામાં આવશે. આ માટે 101 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ રીતે ટૂંક સમયમાં 4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લખનઉ,વારાણસી,કુશીનગર અને ગૌતમ બુદ્ધનગરમાં હશે. અલીગઢ,આઝમગઢ,મુરાદાબાદ અને શ્રાવસ્તી એરપોર્ટનો વિકાસ લગભગ પૂર્ણ થઈ ગયો છે. ચિત્રકૂટ અને સોનભદ્ર ખાતેના એરપોર્ટનું નિર્માણ માર્ચ સુધીમાં પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે.
અયોધ્યાના જિલ્લા કલેક્ટર અનુજ ઝાએ માહિતી આપતી વખતે જણાવ્યું હતું કે, નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદીપસિંહ કરોલાએ ડેલિગેશન પણ નોમિનેટ કર્યા છે. આ ટીમ સમયાંતરે એરપોર્ટનું નિરીક્ષણ કરશે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એરપોર્ટ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ઉત્તરપ્રદેશનું પાંચમું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. તેમાં આંતરરાષ્ટ્રીય ધોરણની તમામ સુવિધાઓ હશે. એરપોર્ટ બનતાની સાથે જ કોમર્શિયલ ઓપરેશન શરૂ કરવામાં આવશે.
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એરપોર્ટ 600 એકર પર પ્રસ્તાવિત છે. તેનો રનવે 2 કિલોમીટરનો હશે,જેમાં એટીઆર જેવા વિમાન પણ લેંડ કરી શકશે.
-દેવાંશી