અમદાવાદઃ રાજકોટ શહેરમાં જુનોસીસ ડેની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્રના અબોલ જીવોના ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક પશુઓના ઓપરેશન તેમજ તેમનું નિદાન કરવામાં આવ્યું હતું. કરુણા ફાઉન્ડેશન, એનિમલ હેલ્પ લાઇન તેમજ સમસ્ત મહાજન ગ્રુપના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણી સારવારની પદ્ધતિઓમાં આયુર્વેદનું સેન્ટર આપી જામનગરમાં મંજૂરી મળી તે ગૌરવનો વિષય છે. પશુ ચિકિત્સામાં આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર હવે આયુર્વેદ દવાઓનો ઉપયોગ કરવા વિચારણા કરી રહી છે. વન હેલ્થનો કન્સ્પેપ્ટ આપણા દેશમાં ઘણો આગળ વધી રહ્યો છે.
પશુઓના સ્વાસ્થ્યની ચિંતા કરવી એ આપણી ફરજ છે. પશુઓ દ્વારા જે રોગો થાય છે તે માણસમાં પ્રવેશે નહીં તે માટે પશુઓની કાળજી રાખવી ખૂબજ જરૂરી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુઓને વેક્સિનેશન માટે 13,000 કરોડ જેટલી માતબર રકમની વ્યવસ્થા કરી પશુપાલન માટે ખૂબ ચિંતા કરી છે.