આતંકવાદ પર મોદી સરકારનો વાર- જમ્મુ એન્ડ કાશ્મીર ગજનવી ફોર્સ પર લગાવ્યો પ્રતિબંધ
- આતંકવાદ પર મોદી સરકારનો જોરદાર પ્રહાર
- જમ્મુ એન્ડ કાશ્મીર ગજનવી ફોર્સ પર લગાવ્યો પ્રતિબંધ
દિલ્હીઃ- કેન્દ્રની સરકાર સતત આતંકવાદ ખિલાફ મહત્વના પગલા લઈ રહી છએ પીએમ મોદી જ્યારથઈ સત્તામાં આવ્યા છે ત્યારથી આતંકવાદનો ખાતમો તેમનું મહત્વનું મિશન રહ્યું છે ત્યારે હવે પીએમ મોદીની સરકારે આતંકવાદને મોટો ફટકો આપ્યો છે
પ્રાપ્ત વિગત પ્રમાણે આતંકવાદ પર મોદી સરકારે વાર કરતા શુક્રવારે જમ્મુ અને કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF) પર પ્રતિબંધ મૂક્યો છે. જે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોના આતંકીઓને લઈને બનાવવામાં આવ્યું છે.
જાણકીર પ્રમાણે ગૃહ મંત્રાલયની સૂચના મુજબ જમ્મુ અને કાશ્મીર ગઝનવી ફોર્સ ઘૂસણખોરીના પ્રયાસો, ડ્રગ અને શસ્ત્રોની દાણચોરી, આતંકવાદી હુમલાઓ અને જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોને નિયમિત ધમકીઓમાં સામેલ છે. આ સંગઠન જમ્મુ-કાશ્મીરના લોકોને ભારત વિરુદ્ધ આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે ઉશ્કેરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરી રહ્યું છે.જેને લઈને હવે સરાકરે તેના પર બેન મૂક્યો છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળ ગૃહ મંત્રાલય એ આજે વધુ એક વ્યક્તિ હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડા અને 2 સંગઠનો – ખાલિસ્તાન ટાઈગર ફોર્સઅને જમ્મુ અને કાશ્મીર ગઝનવી ફોર્સ આતંકવાદી સંગઠન તરીકે ઘોષિત ક્રાય હતા.