મોદી હે તો સબ મુમકિન હેઃ 40 વર્ષ બાદ ભારતના કોઈ પીએમ જશે આ દેશના પ્રવાસે
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તા પર આવ્યા છે ત્યારથી ભારતના વિદેશ સાથેના સંબંઘો વઘુને વઘુ મજબૂત બન્યા છે, પીએમ મોદીએ ઈસ્લામિક દેશો સાથે પમ ગાઢ સંબંઘો બનાવ્યા છે જે અગાઉ કોઈ નેતા ન કરી શક્યું તે તમામ કાર્યો પીએમ મોદીએ કરી બતાવ્યા છે ત્યારે હવે દેશના 40 વર્ષ એટલે કે 4 દાયકાના ઈતિહાસમાં કોઈ પ્રધાનમંત્રી ગ્રીસની યાત્રા કરવા જઈ રહ્યા છે
પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદી આગામી સપ્તાહે 22 થી 25 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાત લેવા જઈ રહ્યા. મોદી ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર ગ્રીસની મુલાકાતે જઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના નેતૃત્વમાં આ વર્ષોમાં ભારતે ગ્રીસ સાથેના સંબંધો પર વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. બ્રિક્સ બેઠક દરમિયાન પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.