દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તા પર આવ્યા છે ત્યારથી ભારતના વિદેશ સાથેના સંબંઘો વઘુને વઘુ મજબૂત બન્યા છે, પીએમ મોદીએ ઈસ્લામિક દેશો સાથે પમ ગાઢ સંબંઘો બનાવ્યા છે જે અગાઉ કોઈ નેતા ન કરી શક્યું તે તમામ કાર્યો પીએમ મોદીએ કરી બતાવ્યા છે ત્યારે હવે દેશના 40 વર્ષ એટલે કે 4 દાયકાના ઈતિહાસમાં કોઈ પ્રધાનમંત્રી ગ્રીસની યાત્રા કરવા જઈ રહ્યા છે
પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદી આગામી સપ્તાહે 22 થી 25 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાત લેવા જઈ રહ્યા. મોદી ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર ગ્રીસની મુલાકાતે જઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના નેતૃત્વમાં આ વર્ષોમાં ભારતે ગ્રીસ સાથેના સંબંધો પર વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. બ્રિક્સ બેઠક દરમિયાન પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
ભારત અને ગ્રીસ આવતા અઠવાડિયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપિયન દેશની મુલાકાત દરમિયાન તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા માટે વિચારી રહ્યા છે. ચાર દાયકામાં ભારતીય વડાપ્રધાનની ગ્રીસની આ પ્રથમ મુલાકાત હશે. મોદી 25 ઓગસ્ટે એથેન્સ જશે મોદીની ગ્રીસ મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે જોહાનિસબર્ગની મુલાકાત પૂર્ણ કર્યા બાદ મોદી 25 ઓગસ્ટે એથેન્સ જશે. તેઓ વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ સાથે વ્યાપક વાટાઘાટો કરશે. બ્રિક્સ બ્રાઝિલ-રશિયા-ભારત-ચીન-દક્ષિણ આફ્રિકા વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે મોદી 22 થી 24 ઓગસ્ટ દરમિયાન જોહાનિસબર્ગ જવાના છે.
આ સહીત જણાવાયું છે કે પીએમ મોદી આવતા મહિને 5 થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આસિયાન (એસોસિએશન ઓફ સાઉથ-ઈસ્ટ એશિયન નેશન્સ) અને પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાની પણ મુલાકાત લે તેવી ઘારણાઓ સેવાઈ રહી છે.