પીએમ મોદીએ પોર્ટુગલના વડાપ્રધાન સાથે ફોન પર વાતચીત કરી, કોવિડ -19 ની હાલની સ્થિતિ અંગે ચર્ચા
- પીએમએ પોર્ટુગલના વડાપ્રધાન સાથે કરી વાત
- કોવિડ -19 ની હાલની સ્થિતિ અંગે કરી ચર્ચા
- ઇન્ડિયા-ઇયુ લીડર્સ બેઠકની તૈયારીઓની સમીક્ષા
દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોર્ટુગલના સમકક્ષ એન્તોનિયો લુઇસ સાંતોસ દા કોસ્ટા સાથે મંગળવારે ફોન પર વાતચીત કરી હતી .અને મેમાં યોજાનારી પહેલી ઇન્ડિયા-ઇયુ લીડર્સ બેઠકની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
વડાપ્રધાન કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે, બંને નેતાઓએ પોતાના દેશમાં કોવિડ -19 સંબંધિત સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. અને મહામારીનો ખાત્મો કરવા માટે વેક્સીનના વહેલા અને સમાનરૂપે વિતરણના મહત્વ પર ભાર મૂક્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, મોદીએ દા કોસ્ટાને ભારતના વેક્સીનેશન પ્રોગ્રામ અને 70 થી વધુ દેશોને ભારત દ્વારા આપવામાં આવી રહેલી મદદ વિશે માહિતી આપી હતી.
તો બીજી તરફ વડાપ્રધાન મોદીએ મંગળવારે ફિનલેન્ડના સમકક્ષ સના મરીન સાથેની બેઠકમાં એક મહત્વાકાંક્ષી ડિજિટલ ભાગીદારીની ઘોષણા કરી હતી. જે ‘6 G’ મોબાઇલ ટેકનોલોજી, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને શિક્ષણના ડિજિટલ રૂપરેખા પર સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે.
બંને વડાપ્રધાનોએ ડિજિટલ માધ્યમથી થયેલી બેઠકમાં દ્વિપક્ષીય સહયોગના આવશ્યક તત્વ તરીકે ‘ગ્રીન ગ્રોથ’નો ઉલ્લેખ કરતા નવીનીકરણીય અને સ્વચ્છ ઉર્જા,સર્ક્યુલર ઇકોનોમિક અને ટકાઉ ગતિશીલતા સહિતની સ્થિરતા ભાગીદારીની ઘોષણા કરી હતી.
-દેવાંશી