નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં પાછા ફરશે, તો વિપક્ષના તમામ નેતાઓને જેલમાં મોકલી દેવામાં આવશે. તેમણે કહ્યુ છે કે 4 જૂન બાદ ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાના વાયદાનો અર્થ છે કે વિપક્ષી નેતાઓને લોકસભા ચૂંટણી બાદ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. દેશમાં લોકસભા ચૂંટણીની શરૂઆત થઈ ચુકી છે અને સાત તબક્કામાં થનારા મતદાનની શરૂઆત 19 એપ્રિલના પહેલા ચરણથી થશે, જ્યારે ચાર જૂને મતગણતરી થશે.
બાંકુરાની એક ચૂંટણી સભાને સંબોધિત કરતા ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે એનઆઈએની ટીમ સ્થાનિક પોલીસને સૂચિત કર્યા વગર પૂર્વ મેદિનીપુર જિલ્લાના ભૂપતિનગર ગઈ હતી. તેમણે કહ્યુ છે કે વડાપ્રધાન ચૂંટણી સભાને સંબોધિત કરવા પશ્ચિમ બંગાળ આવી રહ્યા ચે. મને તેનાથી કોઈ સમસ્યા નથી, પરંતુ જે પ્રકારે તેઓ કહી રહ્યા છે કે લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભ્રષ્ટાચારને લઈને વિપક્ષ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ અસ્વીકાર્ય છે. મોદીએ રવિવારે ઉત્તર બંગાળના જલપાઈગુડીમાં રવિવારે એક ચૂંટણીસભાને સંબોધિત કરતા દાવો કર્યો હતો કે તે ભ્રષ્ટાચારને હટાવવાની વાત કરે છે, જ્યારે વિપક્ષ ભ્રષ્ટાચાર બચાવવાની વાત કરે છે. તેમણે દાવો કર્યો છે કે ચાર જૂન બાદ ભ્રષ્ટાચારની વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.
મમતા બેનર્જીએ કહ્યું છે કે શું આ પ્રકારે વડાપ્રધાને વાત કરવી જોઈએ. શું થશે જો હું કહું કે ચૂંટણી બાદ ભાજપના નેતાઓને જેલમાં નાખવામાં આવશે. પરંતુ હું આવું નહીં કહું કારણ કે આ લોકશાહીમાં અસ્વીકાર્ય છે. તેમણે આરોપ લગાવ્યો છે કે વાસ્તવમાં મોદીની ગેરેન્ટીનો અભિપ્રાય ચાર જૂન બાદ તમામ વિપક્ષી નેતાઓને જેલમાં નાખવાનો છે. એનઆઈએની ટીમ પર શનિવારે ભીડે કથિતપણે તે સમયે હુમલો કર્યો હતો, જ્યારે તે 2022માં પૂર્વ મેદિનીપુર જિલ્લામાં થયેલા વિસ્ફોટ સંદર્ભે બે મુખ્ય શકમંદોને એરેસ્ટ કરવામાં ગઈ હતી.
આ ઘટનાને લઈને રાજકીય આરોપ-પ્રત્યારોપનો તબક્કો શરૂ થયો અને મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે સંઘીય તપાસ એજન્સીની ટીમે ગ્રામીણો પર હુમલો કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે એનઆઈએની ટીમથી પહેલા બંગાળમાં ઈડીની ટીમ પણ હુમલાનો ભોગ બની ચુકી છે. ત્યારે મમતા બેનર્જીનું સતત એમ કહેવું કે ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષનો અવાજ દબાવવા ચાહે છે.