- અવાજના જાદુગર મોહમ્મદ રફીનો આજે જન્મદિવસ
- લગભગ 26 હજાર ગીતો ગાવાનો છે રેકોર્ડ
- પહેલો બ્રેક પંજાબી ફિલ્મ ‘ગુલબલોચ’ માંથી મળ્યો
મુંબઈ: ભારતીય સિનેમાના સદાબહાર ગાયક મોહમ્મદ રફીનો આજે જન્મદિવસ છે.. તેમનો જન્મ 24 ડિસેમ્બર 1924માં થયો હતો. પ્રેમ હોય, દુ: ખ હોય, જુદાઈ હોય કે પછી ભજન અથવા કવ્વાલી હોય, કોઈ પણ વિદ્યા હોય, રફી પોતાના અંદાજમાં એવી રીતે ગાતા કે અવાજ સીધા હૃદય સુધી પહોંચે. એવું કહેવામાં આવે છે કે, જો તમે ઇઝહાર-એ-ઇશ્કની સો શૈલી બતાવવા માંગતા હો, તો તમે ફક્ત એક જ ગાયકનું નામ આપી શકો, તે છે મોહમ્મદ રફી..
હાજી અલી મોહમ્મદના છ બાળકોમાંથી રફી બીજા નંબરના હતા. તેને ઘરમાં ફીકો કહીને બોલાવતા હતા. શેરીમાં ફકીરને ગાતા સાંભળીને રફીએ ગાવાનું શરૂ કર્યું હતું. રફી સાહેબને પહેલો બ્રેક પંજાબી ફિલ્મ ‘ગુલબલોચ’ માંથી મળ્યો હતો. નૌશાદ અને હુસનલાલ ભગતરામએ રફીની પ્રતિભાને માન્યતા આપી અને ખય્યામે તેમને ફિલ્મ ‘બીવી’માં તક આપી હતી.
જ્યારે મોહમ્મદ રફી તેની કારકિર્દીની ટોચ પર હતા ત્યારે તેમણે મૌલવીઓના કહેવા પર ફિલ્મોમાં ગાવાનું બંધ કર્યું હતું. આ વાત ત્યારની છે, જ્યારે તે હજ ગયા હતા. તે પરત ફર્યા ત્યારે કેટલાક લોકોએ તેને કહ્યું કે હવે તમે હાજી જઈ આવ્યા છો,તો હવે તમારે ગાવાનું બંધ કરી દેવું જોઈએ.
રફી સાહેબ ખૂબ જ શરીફ વ્યક્તિ હતા. તે વાતોમાં આવી ગયા અને ગાવાનું જ છોડી દીધું. લોકોને આ વાતની જાણ થતાં જ આખા બોલિવૂડમાં હંગામો મચી ગયો હતો. રફીનો પરિવાર પણ આને કારણે ખૂબ નારાજ થયો હતો. નૌશાદે તેમને ખૂબ સમજાવ્યા. આ પછી, તેમના પુત્રો પણ તેમના પિતાને મનાવવા લાગ્યા. રફીને કહેવામાં આવ્યું હતું કે, ગલા પરિવાર માટે રોજગારનું એક માત્ર સાધન છે. જો તમે ગાવાનું બંધ કરો છો, તો ઘર ચાલશે નહીં.
ખૂબ જ સમજાવ્યા પછી રફી સાહેબ માની ગયા અને ફરીથી ગાવાનું શરૂ કર્યું. 31 જુલાઈ 1980 ના રમઝાન મહિનામાં રફીએ આ દુનિયાને અલવિદા કહી દીધું. રફી સાહેબે હિન્દી ઉપરાંત ઘણી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે. તેમની પાસે લગભગ 26 હજાર ગીતો ગાવાનો રેકોર્ડ છે.
આજે રફી સાહેબ આપણી વચ્ચે નથી,તેમ છતાં તેમના અવાજની રુમાનિયત તેમના ગીતોના કારણે વિશ્વના સંગીત પ્રેમીઓના હૃદયમાં હંમેશા રહેશે.