- દુનિયાના ઘણા દેશોમાં આજે પણ રાજાશાહી
- જાણો ક્યાં દેશમાં ચાલે છે રાજાઓનું શાસન
દેશમાં પહેલા રાજાશાહી હતી.રાજા દ્વારા શાસન ચાલતું હતું પરંતુ હાલના સમયમાં સરકાર દ્વારા શાસન ચાલે છે.તેમ છતાં ઘણા એવા દેશ છે જ્યાં આજે પણ રાજાઓનું શાસન ચાલે છે,તો ચાલો જાણીએ ક્યાં દેશમાં હજુ પણ રાજા દ્વારા શાસન કરવામાં આવે છે.
થાઈલેન્ડ: રાજા ભૂમિબોલ અદુલ્યાદેજ અને રાણી સિરિકિટના એકમાત્ર પુત્ર વજીરાલોંગકાર્ગ હજુ પણ થાઈલેન્ડ પર શાસન કરી રહ્યા છે.પ્રાપ્ત માહિતી મુજબ, તે 2016 થી આ દેશના રાજા છે.
સાઉદી અરેબિયાઃ આ દેશમાં આજે પણ રાજાઓ દ્વારા શાસન કરવાની પ્રથા ચાલી રહી છે.અહીંના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ છે, જેને પીએમ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કતરઃ તમીમ બિન હમદ અલ-થાનીએ રાજકુમાર તરીકે આ દેશની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે.અહેવાલો અનુસાર,તમીમનો પરિવાર 1825થી આ દેશ પર રાજ કરી રહ્યો છે.તેઓ સરકારના કામમાં મહત્વની ભૂમિકા ભજવે છે
મોનાકોઃ આ દેશમાં સરકાર કાયદાથી શાસન કરે છે.પરંતુ અહીં રાજાનું શાસન કાયમ છે.અહીં 2005 થી પ્રિન્સ આલ્બર્ટ દ્રિતીય શાસન કરી રહ્યા છે.સરકારના કામકાજમાં રાજાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહે છે.