મુંબઈઃ ટીવી જગતથી પાંચ વર્ષ સુધી ગાયબ રહેલી અભિનેત્રી મોનાસિંહ ફરીવાર પરત ફરી રહી છે. મોના વર્ષ 2016માં કવચ કાલી શક્તિયો સે નામની ટીવી સિરિયલમાં જોવા મળી હતી. હવે તે ક્રાઈમ શો મોકા-એ-વારદાનમાં જોવા મળશે. લાંબા સમયથી ટીવી જગતથી દૂર રહેનારી મોનાસિંહએ તેની પાછળનું કારણ યોગ્ય રોલ નહીં મળતો હોવાનું જણાવ્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, કોઈ બ્રેક લીધો ન હતો પરંતુ યોગ્ય રોલ ઓફર થતો નહતો.
પાંચ વર્ષ બાદ ટીવી જગતમાં પરત ફરેલી અભિનેત્રીએ જણાવ્યું હતું કે, પહેલા ક્યારેય ક્રાઈમ શોનો હિસ્સો બની ન હતી. મે કોમેડી, ડાન્સ અને ટેલેન્ટ શો કર્યાં છે જેથી મને કંઈક અલગ કરવાની ઈચ્છા હતા. ક્રાઈમ જોનરએ મને હંમેશા આકર્ષિત કરી છે. તેમજ હાલ મારી પાસે શૂટીંગનો પુરતો સમય છે. મે મારા તમામ ચેલેન્જ પૂરા કરી લીધા છે.
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે, બીજા પ્લેટફોર્મ્સને એક્સપ્લોર કરવા માટે પાંચ વર્ષનો ગેપ લીધો હતો. એક ટીવી સિરિયલને લાંબો સમય લાગે છે. જેથી આપણે બીજું કંઈ શોધી નથી શકતા. આ ઉપરાંત ટીવીમાં અભિનય કરવા માટે યોગ્ય રોલ મળ્યો ન હતો. ક્યારેક શો અને એક્ટર્સ એક સમાન લાગ છે. હું હંમેશા અલગ-અલગ પ્રકારની ચીજોની શોધમાં રહું છું.
મોનાસિંહએ વધુમાં જણાવ્યું કે, મે ક્યારેય ક્રાઈમ શોમાં હોસ્ટ તરીકે કામ નથી કર્યું. જેથી મે ક્રાઈમ શોનો ભાગ બનવાનો નિર્ણય લીધો હતો. આ મારા માટે નવો પડકાર છે. તેમજ હું ઘણું બધુ શીખવા જઈ રહી છે. ક્રાઈમ શોને હોસ્ટ કરતી વખતે હસી ન શકાય. આ ચોક્કસ એક પડકાર હશે અને લોકોને મારુ ગંભીર રૂપ પણ જોવા મળશે.