Site icon Revoi.in

વોટ્સએપ પર આવેલ PDFથી મિનિટોમાં બેંક એકાઉન્ટમાંથી ઉપડી જશે પૈસા, રહો સાવધાન

Social Share

સાયબર ક્રાઈમની નવી રીતઃ સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. સાયબર ગુનેગારો લોકોને વ્હોટ્સએપ પર પીડીએફ મોકલે છે, ત્યારબાદ જેવો વ્યક્તિ પીડીએફ ખોલવા માટે તેના પર ક્લિક કરે છે કે તરત જ તેનો મોબાઈલ અથવા ડિવાઈસ હેક થઈ જાય છે.

• વોટ્સઅપ પર પીડીએફ કરી દેશે કંગાળ
આવા કિસ્સાઓમાં, સાયબર ગુનેગારો પહેલા કોઈને અજાણ્યા મોબાઈલ નંબરથી WhatsApp પર પીડીએફ મોકલે છે. આ પછી, સાયબર ગુનેગારો વ્યક્તિને કોલ અથવા મેસેજ દ્વારા લાલચ આપીને પીડીએફ ખોલવા માટે દબાણ કરે છે.

સાયબર ગુનેગારો પીડીએફમાં એક ખાસ પ્રકારનો માલવેર નાખે છે અને તેને વોટ્સએપ પર મોકલે છે. ઘણી વખત પીડીએફમાં ફિશીંગ લીંક હોય છે, આવી સ્થિતિમાં પીડીએફ ખોલતાની સાથે જ વ્યક્તિ બીજા કોઈ પેજ અથવા વેબસાઈટ પર પહોંચી જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિના ફોનમાં હાજર તમામ માહિતી છેતરપિંડી કરનાર સુધી પહોંચી જાય છે. આ પછી, સાયબર ગુનેગારો સરળતાથી લોકોના બેંક ખાતા ખાલી કરી દે છે.

• આ રાતે પોતાને સેફ રાખો
આ પ્રકારના સાઈબર ક્રાઈમથી બચવા માટે વોટ્સએપ પર અજાણ્યા નંબરથી આવેલ કી પણ લિંક, મેસેજ કે પીડીએફ પર ક્લિક ના કરો.
જો કોઈ વ્યક્તિ વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી કોઈ લિંક, મેસેજ અથવા પીડીએફ મોકલે છે અને તમને ઑફર અથવા ઇનામની લાલચ આપે છે, તો સાવચેત રહો. આ એક છટકું હોઈ શકે છે.

જો વોટ્સએપ પર મેસેજ, લિંક કે પીડીએફ કંઈ પણ સંકાસ્પદ લાગે તો વાર કર્યા વગર આ નંબરને બ્લોક કરો અને તેને રિપોર્ટ પણ કરી દો, જેથી વોટ્સએપ તે નંબર હંમેશા માટે બેન કરી દે.

#CyberSecurity #WhatsAppScam #PhishingAlert #PDFScam
#StaySafeOnline #CyberCrime #FraudPrevention
#DigitalSafety #BankAccountTheft #ProtectYourData