દિલ્હીઃ- ઉત્તરકાશીમાં, મથાનૌ ટોકના જંગલમાં વીજળી પડવાથી લગભગ 350 બકરીઓ મૃત્યુ પામી છે. ગ્રામજનોએ આ ઘટના અંગે પ્રશાસનને જાણ કરી હતી.આજરોજ રવિવારે વહીવટીતંત્ર અને પશુ ચિકિત્સા વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિની ભાળ મેળની હતી આ ઘટના શનિવાર રાત્રે બનવા પામી હતી.
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં ફરી એકવાર હવામાનનો મિજાજ અચાનક બદલાઈ ગયો. જ્યાં ધનૌલ્ટીમાં મોડી સાંજે ભારે કરા પડયા હતા તો ખુમાણી, પીચ અને નશપતિમાં કરા પડતાં પાકને ખાસ્સું નુકસાન થયું હતું. બીજી તરફ, ડુંડા બ્લોકના ખટ્ટાખલ ગામ પાસે મથાનૌ ટોકના જંગલમાં વીજળી પડવાને કારણે લગભગ 350 બકરીઓ મૃત્યુ પામી હતી.
ઉલ્લેખનીય છે કે ઉત્તરકાશીના બાસુ વિસ્તારના ગ્રામીણો ઉનાળો શરૂ થતાં જ પોતાની બકરીઓને ખેતરમાંથી પહાડી વિસ્તારમાં ચારો મળી રહે તે હેતુંથી લઈ જઈ રહ્યા હતા. લગભગ એક હજારથી બારસો બકરીઓ મેદાનના જંગલોમાંથી ડુંગરાળ વિસ્તારો તરફ આવી રહી હતી.વિતેલી રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ અચાનક હવામાન ખરાબ થઈ ગયું અને આ દરમિયાન વીજળી પડી, જેના કારણે લગભગ 350 બકરીઓ મોતને ભેંટી હતી.
ગામલોકોએ ભટવાડી બ્લોક ચીફ વિનીતા રાવતને વીજળી પડવા અને બકરાઓના મૃત્યુ અંગે જાણ કરી. બ્લોક ચીફ વિનીતા રાવતે જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગને ઘટના વિશે જાણ કરી હતી.