હરિયાણામાં મંકીપોક્સને લઈને એલર્ટ જારી – વિદેશથી આવતા લોકો પર 3 અઠવાડિયા સુધી રખાશે નજર
- હરિયાણામાં મંકીપોસ્કને લઈને એલર્ટ
- વિદેશથી આવતા લોકો પર રખાશે ખાસ નજર
ચંદિગઢઃ- વિશ્કોવભરમાં મંકીપોક્રોસનો ભય જોવા મળી રહ્યો છે ત્યારે હવે કોરોનાની સાથે મંકીપોક્સની દહેશત વર્તાઈ રહી છએ આ વાઈરલ ફેલાવાની આશંકાઓને જોતા હરિયાણા સરકારે એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે દક્ષિણ આફ્રિકા, યુરોપ, ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી આવનારા પ્રવાસીઓ પર ત્રણ અઠવાડિયા સુધી નજર રાખવામાં આવે. જો તેનામાં વાયરલ લક્ષણો જોવા મળે છે, તો તેના ટેસ્ટ સેમ્પલને ICMR નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી લેબ, પૂનામાં મોકલવામાં આવશે.
પીજીઆઈએમએસમાં કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફેસર અને કોવેક્સિન વેક્સિનની સંશોધન ટીમના સભ્ય ડો. રમેશ વર્માએ જણાવ્યું કે મંકીપોક્સ એક વાયરલ રોગ છે. તે વાvja અને પ્રાણીમાંથી માણસમાં આવ્યો છે. પહેલા તેના કેસ દક્ષિણ આફ્રિકામાં આવતા હતા, હવે તેના કેસ યુરોપ, ઈંગ્લેન્ડ, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન, ઈટાલી, બેલ્જિયમ, ફ્રાન્સ, ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યા છે.
મંકી પોક્સ એ શીતળા જેવા લક્ષણો સાથેનો રોગ છે. આ રોગમાં તાવ, માથાનો દુખાવો, શરીર ભંગાણ, સ્નાયુઓમાં દુખાવો, થાક, ગઠ્ઠો અને ચામડી પર ફોલ્લાઓ બને છે. જેમને સ્મોલ પોક્સ સામે રસી આપવામાં આવી છે તેઓએ ગભરાવાની જરૂર નથી.
હરિયાણા રાજ્ય સરકારે એલર્ટ જાહેર કર્યું છે. આરોગ્ય વિભાગ ઓળખાયેલા દેશોમાંથી આવતા મુસાફરોના સંપર્કમાં છે. જો કોઈને લક્ષણો કે સમસ્યા જણાય તો તેના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવશે.
આ સાથે જ હવે રાજ્યમાં માસ્ક પહેરવું જરૂરી છે, આ સાથે કોરોના સંક્રમણથી પણ બચી શકાય છે. વિદેશથી આવનારાઓને પૂછવામાં આવશે કે શું તેઓ કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં હતા. આ સાથે, જો કોઈને તેના લક્ષણો જોવા મળે છે, તો તેને અલગ કરવામાં આવશે.