દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ કેરળમાં નોંધાયો – કેન્દ્ર એ નિષ્ણાંતોની ટીમ મોકલી
- દેશમા મંકીપોક્સની એન્ટ્રી
- કેરળમાંથી પહેલો કેસ સામે આવ્યો
- કેન્દ્રએ પોતાની હાઈ લેવલની ટીમ રવાના કરી
દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મંકીપોક્સને લઈને સરકાર ચિંતા કરી રહી હતી, અનેક તકેદારી પણ રાખઈ રહી હતી જો કે હવે દેશનો પહેલો કેસ નોંધાયો છે,કેરળમાં મંકીપોક્સનો પ્રથમ કેસ સામે આવ્યો છે.
આ અંગે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે થોડા દિવસ પહેલા સંક્રમિત વ્યક્તિ યુએઈ ગઈ હતી. ત્યાંથી આવ્યા બાદ જ તેની અંદર મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા. જ્યારે તેનો ટેસ્ટ કરવામાં આવ્યો તો તે પોઝિટિવ આવ્યો હતો. તેણે કહ્યું કે તેના નજીકના સંપર્કોની પણ ઓળખ કરવામાં આવી છે, જેમાં તેના પિતા, માતા, એક ટેક્સી ડ્રાઈવર, એક ઓટો ડ્રાઈવર અને બાજુની સીટો પરના 11 સાથી યાત્રીનો સમાવેશ થાય છે.
કેસની જાણ થયા બાદ હવે કેન્દ્રની ચિંતા વધી છે , કેન્દ્ર સરકારે રાજ્યની મદદ માટે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના નિષ્ણાતોનો સમાવેશ કરતી એક ટીમ કેરળ રવાના કરી છે. ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને દુરુવારે જ, કેન્દ્ર સરકારે સાવચેતી રાખવા માટે રાજ્યોને પત્ર લખ્યો હતો. આફ્રિકાની બહાર મંકીપોક્સના કેસો ભાગ્યે જ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે મંકીપોક્સ એ એક વાયરસ છે જેમાં શીતળા જેવી ફોલ્લીઓ ઉપરાંત તાવના લક્ષણો જોવા મળે છે. તે સામાન્ય રીતે હળવા હોય છે.