અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે, જો કે, ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા. પરંતુ ત્રીજા રાઉન્ડમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં હતા. જેથી સરકાર અને ખેડૂતોની ઉપર છવાયેલા ચિંતાના વાદળો હટ્યાં હતા. ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં સરેરાશ 95.09 ટકા જેટલો વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. કચ્છમાં 111.69 ટકા, ઉતર ગુજરાતમાં 71.59 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 83.65, સૌરાષ્ટ્રમાં 113.55 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 93.05 ટકા વરસાદ પડ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 80 તાલુકાઓ પૈકી 53 તાલુકાઓમાં 100 ટકાથી પણ વધુ વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં 226.51 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ વિંછીયા તાલુકામાં માત્ર 59.34 ટકા પડ્યો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 113.55 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.
સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં 101.89 ટકા, રાજકોટ જિલ્લામાં 130.70 ટકા, ધોરાજી તાલુકામાં 165.75 ટકા, ગોંડલ તાલુકામાં 171.52 ટકા, જામકંડોરણા તાલુકામાં 121.28 ટકા, જેતપુર તાલુકામાં 101.03 ટકા, કોટડા સાંગાણીમાં 146.53 ટકા, લોધીકા તાલુકામાં 226.51 ટકા, પડધરી તાલુકામાં 112.45 ટકા, રાજકોટમાં 152 ટકા વરસાદ પડ્યો છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં 108.38 ટકા, ટંકારા તાલુકામાં 119.32 ટકા, વાંકાનેર તાલુકામાં 106.05 ટકા, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં 149.63 ટકા, જામ જોધપુરમાં 118.26 ટકા, જામનગરમાં 109 ટકા, જોડીયામાં 145.57 ટકા, કાલાવડમાં 215.13 ટકા અને લાલપુરમાં 112.51 ટકા વરસાદ પડ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 142.89 ટકા વરસાદ પડ્યો છે. ભાણવડમાં 128.23 ટકા, દ્વારકામાં 158.52 ટકા, કલ્યાણપુરમાં 146.05 ટકા, ખંભાળીયામાં 142.61 ટકા વરસાદ પડ્યો છે. પોરબંદર જિલ્લામાં 123.15 ટકા વરસાદ પડ્યો છે. કુતિયાણામાં 135.98 ટકા, પોરબંદરમાં 122.54 ટકા, રાણાવાવમાં 111.10 ટકા, જૂનાગઢ જિલ્લામાં 126.09 ટકા વરસાદ પડ્યો છે. જેમાં ભેંસાણમાં 106 ટકા, જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં 116 ટકા, કેશોદમાં 126.68 ટકા, માળીયા હાટીનામાં 122.38 ટકા, માણાવદરમાં 133.26 ટકા, માંગરોળમાં 162.47 ટકા, મેંદરડામાં 104.92 ટકા, વંથલીમાં 113.53 ટકા અને વિસાવદરમાં 152.40 ટકા વરસાદ પડ્યો છે.
(PHOTO-FILE)