- આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહી
- 4 જૂને કેરળમાં પહોંચશે સોમાસું
દિલ્હી- હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે જે પ્રમાણે દરવર્ષની સરખામણીમાં આવર્ષ દરમિયાન ચોમાસું સામાન્ય રહેવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે.એટલે કે વર્ષ 2023 દરમિયાનનું આ ચોમાસું આ વર્ષે દેશમાં સામાન્ય રહેવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને જણાવ્યું કે ચોમાસું 4 જૂનની આસપાસ કેરળ સુધી પહોંચશે. આ વર્ષે ચોમાસું 96 ટકા રહેવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. બીજી તરફ ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે.
જ્યારે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે 7 જૂને પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. આ વખતે ચોમાસું કેવું રહેશે તે અંગે અગાઉ બંને એજન્સીઓએ જુદા જુદા દાવા કર્યા હતા. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી બે-ત્રણ દિવસમાં દક્ષિણ આંદામાન સમુદ્ર અને નિકોબાર ટાપુઓ પર આગળ વધે તેવી શક્યતા છે.
આ સાથે જ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 96 ટકા રહેવાનો અંદાજ છે. ચોમાસા દરમિયાન અલ નીનોની સંભાવના 90 ટકા થી વધુ જોવા મળે છે.આ સાથે જ વિતેલા દિવસને ગુરુવારના રોજ ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સોમા સેનરોયે મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે અમારી આગાહી છે કે અલ નીનો રહેશે અને હિંદ મહાસાગર દ્વિધ્રુવ સકારાત્મક રહેશે. યુરેશિયન બરફની ચાદર પણ આપણા માટે અનુકૂળ છે. અલ નીનોની અસર ચોક્કસપણે જોવા મળશે.
આ સાથે જ હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે ચોમાસું માત્ર એક પરિબળથી પ્રભાવિત નથી. આપણા ચોમાસા પર બે-ત્રણ વૈશ્વિક પરિબળો છે, જે ચોમાસાને અસર કરે છે. અલ નીનો તેમાં અનુકૂળ નથી પરંતુ હિંદ મહાસાગર દ્વિધ્રુવી સાનુકૂળ છે. આ બાતોને લઈને તેમણે જણાવ્યું છે આ વર્ષ દરમિયાન ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે.