Site icon Revoi.in

આજરોજથી સંસદના ચોમાસુ સત્રનો આરંભ, વિપક્ષ દ્રારા હંગામાની શક્યતાઓ ,11 ઓગસ્ટના રોજ સત્રનું સમાપન

Social Share

દિલ્હીઃ- આજરોજ 20મી જુલાઈને ગુરવાર શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રનો આજે પ્રથમ દિવસ છે.આ પહેલા વિતેલા દિવસે કેન્દ્ર સરકારે  સર્વપક્ષીય બેઠક બોલાવી હતી આજથી  શરૂ થનારૂ સંસદનું ચોમાસુ સત્ર આગામી 11મી ઓગસ્ટ સુધી ચાલશે

સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ તમામ પક્ષોને ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં થતી ચર્ચામાં યોગદાન આપવા વિનંતી કરી હતી.આજથી યોજાનાર ચોમાસુ સત્રમાં 23 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં કુલ 17 બેઠકો થશે. આ સત્રમાં જૈવ વૈવિધ્ય સુધારા વિધેયક, ડિજીટલ વ્યક્તિગત માહિતી રક્ષણ વિધેયક, વન જતન સુધારા વિધેયક જેવા મહત્વના વિધેયકો રજૂ થાય તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે  વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા જ નાગરિક સંહિતાની હિમાયત કર્યા પછી, કોંગ્રેસ સહિત ઘણા વિરોધ પક્ષો તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સત્ર જૂના સંસદ ભવનમાં શરૂ થશે અને બાદમાં નવા સંસદભવનમાં બેઠક યોજવામાં આવી શકે છે.