Good News: મૂડીઝે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને વધાર્યું, વિકાસદરનું આકલન 6.1%થી વધારીને 6.8% કર્યું
નવી દિલ્હી: રેટિંગ એજન્સી મૂડીઝે સોમવારે 2024 માટે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને 6.1 ટકાથી વધારીને 6.8 ટકા કર્યું. ડિસેમ્બર સુધી ત્રણ માસમાં ભારતની આર્થિક વૃદ્ધિ મોટાભાગના અનુમાનોથી ઘણી વધારે રહી. રોયટર્સે બે સરકારી અધિકારીઓને ટાંકીને જણાવ્યુ છે કે જીડીપી ગ્રોથમાં વધારાના કારણે મુખ્ય સબસિડીમાં ભારે ઘટાડો થયો હતો.
ડિસેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં ભારતની જીડીપીએ ઉડાણ ભરી છે. ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં ભારતની ઈકોનોમીએ ઉડાણ ભરી છે. આ અવધિમાં જીડીપી ગ્રોથ 8.4 ટકા થયો. આ દોઢ વર્ષમાં તેની સૌથી તેજ ગતિ છે, અને રોયટર્સ દ્વારા સર્વેમાં ઈકોનોમિસ્ટોનું અનુમાન છે કે 6.6 ટકાથી ઘણું વધારે છે.
જો કે જીવીએમાં 6.5 ટકાનો વધારો થયો. જીવીએ અર્થવ્યવસ્થામાં ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓના કુલ મૂલ્યનું એક માપ છે અને તેમાં ઈનડાયરેક્ટ ટેક્સ અને સબસિડી સામેલ નથી. જીવીએના ઓછા હોવાને કારણે ઈકોનોમિસ્ટોને એ કહેવા માટેનો મોકો મળી ગયો કે જીડીપી ડેટાએ ગ્રોથના ટ્રેન્ડને અતિશયોક્તિપૂર્ણ ગણાવ્યો છે.
એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે કહ્યુ છે કે ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં જીવીએ અને જીડીપીની વચ્ચે વ્યાપારીક અંતર મુખ્યત્વે તે ત્રિમાસિક સમયગાળામાં સબસિડીના ઝડપી ઘટાડાને કારણે હતું, તેનું મુખ્ય કારણ યૂરિયા જેવી ખાતર સબસિડી પર ઓછું પેમેન્ટ હતું.
રોયટર્સે સિટી અર્થશાસ્ત્રી સમીરન ચક્રવર્તીને ટાંકીને એક નોટમાં કહ્યુ છે કે જીવીએની સાથે મોટા અંતર, એગ્રિકલ્ચર એક્ટિવિટીમાં ઘટાડો અને ટૂ પેસ્ડ ઈકોનોમિક ગ્રોથને જોતા ઉપરોક્ત 8 ટકા વાસ્તવિક જીડીપી પ્રિન્ટને સાવધાની સાથે વાંચવા જોઈએ.
એક્સિસ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી નીલકંઠ મિશ્રાએ કહ્યુ છે કે આ અંતર 10 વર્ષના ઉચ્ચત્તમ સ્તર પર છે. આશા નથી કે આ ચાલુ રહેશે અને આગામી નાણાંકીય વર્ષમાં ઈકોનોમી 6.5 ટકાના દરથી વધશે. 31 માર્ચ, 2004ના સમાપ્ત થનારા વર્ષ માટે ભારતનો જીડીપી ગ્રોથ 7.6 ટકા અનુમાનિત છે.