ચંદ્રયાન-3 સાંજના 6.04 કલાકે ચંદ્રની સપાટી ઉપર લેન્ડીંગ કરવાનું છે. ચંદ્રના દક્ષિણ પોલમાં ચંદ્રયાન-3ના લેન્ડીંગનેને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે, ભારતની 140 કરોજ જનતાને ચંદ્રયાન-3 સફળતા પૂર્વક લેન્ડીંગ કરશે તેવી આશા છે, એટલું જ નહીં ઈસરોના વૈજ્ઞાનિકોની કામગીરી ઉપર ગર્વ કરી રહ્યાં છે. બીજી તરફ ચંદ્રયાન-3ના લેન્ડીંગ દરમિયાન કોઈ ટેકનિકલ ખામીના સર્જાય તે માટે કરોડો લોકો ભગવાન સમક્ષ સતત પ્રાર્થના કરી રહ્યાં છે. દેશભરના મંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવી રહ્યાં છે, તેમજ હવન-પૂજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા માટે ટીવી સમક્ષ ગોઠવાઈ ગયા છે. આમ દેશની જનતા ઈસરો અને ચંદ્રયાન-3 મય બની ગઈ છે.
ચંદ્રયાન-3ના સફળતાપૂર્વક લેન્ડીંગ માટે આજે ઉજ્જૈનમાં સુપ્રસિધ્ધ મહાકાલેશ્વર મંદિરમાં ખાસ ભસ્મ આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત અજમેરની દરગાહ શરીફમાં દુઆ માંગવામાં આવી હતી. ઉત્તરપ્રદેશની સરકારી સ્કૂલો અને મદરેસાઓમાં ચંદ્રયાન-3ના લેન્ડિંગના લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યની સ્કૂલો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સાંજના 5.15 કલાકથી 6.15 કલાક સુધી ટેલિકાસ્ટ કરવામાં આવ્યું છે. હરિયાણામાં સ્કૂલોમાં પણ નિશનને લાઈવ દેખાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ દિલ્હીના ગુરુગ્રામ બંગલા સાહિબમાં ચંદ્રયાન-3ની સફળતા માટે અરદાસમાં સામેલ થયાં હતા. વારાણસીમાં ભારત માતા મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ લોકોએ સાથે મળીને ચંદ્રયાન-3ની સફળતા માટે પ્રાર્થના કરી હતી. બાબારામદેવએ હરિદ્વારમાં ચંદ્રયાન-3ની સફળતા માટે યજ્ઞ કરવામાં આવ્યું હતું. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓને માટે ચંદ્રયાન-3ના લેન્ડીંગનું ટેલિકાસ્ટ નિહાળવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.