Site icon Revoi.in

મોરબીઃ પા-પા પગલી યોજના હેઠળ 761 આંગણવાડી કેન્દ્રનો સમાવેશ

Social Share

અમદાવાદઃ  મોરબી જિલ્લામાં પા-પા પગલી યોજના હેઠળ કુલ 761 આંગણવાડી કેન્દ્રોને આવરી લેવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં આ યોજના અંતર્ગત આજ દિન સુધીમાં 3 થી 6 વર્ષના લાભાર્થી કુમાર 9 હજાર 781 અને કન્યા 9 હજાર 589 એમ કુલ 19 હજાર 370 બાળકોને લાભ આપવામાં આવ્યો છે. પા-પા પગલી યોજના અન્વયે મોરબી જિલ્લા કક્ષાએ આંગણવાડીના સુચારું સંચાલન માટે DPSEI અને ઘટક લેવલે TPSEIની એક-એક કર્મચારીની નિમણુક કરવામાં આવી છે.

રાજ્યમાં બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં યોગ્ય પોષણ મળી રહે તેવા આહારનું વિતરણ કરવામાં આવે છે. તેમજ બાળકોને અભ્યાસની સાથે અન્ય જરૂરી સેવાઓ પુરી પાડવામાં આવે છે. રાજ્યમાં કુપોષણને નાથવા માટે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તે હેઠળ ગ્રામ્ય વિસ્તારોની શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પોષણયુક્ત આહાર આપવાની કામગીરી કરવામાં આવે છે.