અમદાવાદઃ હાલ, ગુજરાતમાં મોટાભાગના ક્ષેત્રોમાં વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તે ઉપરાંત ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે અવિરત વરસાદને કારણે અનેક જાહેર મિલકતોને નુકસાન થઈ રહ્યું છે. તેના કારણે વરસાદ જેવા માહોલમાં નાગરિકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.
પુલના ધોવાણને કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે
ત્યારે ગુજરાતના મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં મયુરનગર અને રાયસંગ પુર ગામને જોડતા પુલનું છેલ્લા ચારેક દિવસનાં વરસાદ અને ડેમનું પાણી છોડવામાં આવતા પુલનું ધોવાણ થતાં ગ્રામજનોમાં ચિંતાનો મહોલ સર્જાયો છે. ગ્રામજનોનાં કહેવા મુજબ અચાનક પુલનાં ધોવાણ સમયે મોટી જાનહાની ટળી હતી. તો બીજી તરફ મયુનગર અને રાયસંગ પુર ગામ વચ્ચે આ એક માત્ર પુલ દ્વારા રસ્તો જતો હતો. તો પુલના ધોવાણને કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.
શાળામાંથી બાળકો પુલની નજીકથી ઘરે પરત ફરી રહ્યા હતાં
તો મોરબી જિલ્લા વહીવટીતંત્રને ગ્રામજનો માગ કરી રહ્યા છે કે, વહેલી તકે આ પુલની મરામત કરવામાં આવે. તેના કારણે ફરીથી રોજિંદા વ્યવહાર સરળતાથી શરુ થઈ શકે. જોકે પુલના ધોવાણથી સૌથી વધારે નુકસાન શાળાએ જતા બાળકોને થઈ રહ્યું છે. તે ઉપરાંત જ્યારે પુલનું ધોવાણ થયું હતું. ત્યારે પણ શાળામાંથી બાળકો પુલની નજીકથી ઘરે પરત ફરી રહ્યા હતાં.