Site icon Revoi.in

મોરબી દુર્ઘટનાઃ જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

Social Share

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુર્ઘટનાને પગલે મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલી હતી. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના રાજકીય આગેવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ હોસ્પિટલમાં દાખલ પીડિતોની મુલાકાત લીધી હતી. દરમિયાન સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા જવાબદારો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સંમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને સરકાર તપાસ સમિતિની રચના કરી છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 140 વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે.

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટતા મોટી દુર્ઘટના ઘટી હતી. સતત વધતા મૃત્યુઆંકે ચિંતા વધારી છે, અત્યાર સુધીમાં 125 થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તાજેતરમાં આ ઝૂલતો પૂલ ખુલ્લો મુકાયો હતો. આ દૂર્ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. હાલ CM  ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ સ્થળ પર જઇને બ્રિજ તૂટવાની ઘટના અંગે જાત માહિતી મેળવી હતી. હાલ દૂર્ઘટના માટે જવાબદાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું કે, મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુનેગારો વિરુદ્ધ માં કલમ 304, 308, 114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

 

રાજ્ય સરકારે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે SIT ની રચના કરી છે. આ પાંચ સભ્યોમાં સંદીપ વસાવા (સેક્રેટરી આર એન્ડ બી), રાજકુમાર બેનીવાલ, IAS,  સુભાષ ત્રિવેદી, IPS ,  કે એમ પટેલ (મુખ્ય ઈજનેર),  ડૉ. ગોપાલ ટાંકનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઝુલતા પુલની દુર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત સીએમ ભુપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમ રદ કરીને મોરબી પહોંચ્યાં હતા. તેમજ સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો.