મોરબી દુર્ઘટના: પોલીસે 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી,ઓરેવા ગ્રુપના માલિકનું નામ પણ સામેલ
- મોરબી પુલ દુર્ઘટના કેસમાં નવો વળાંક
- પોલીસે 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી
- ઓરેવા ગ્રુપના માલિકનું નામ પણ સામેલ
રાજકોટ:ગુજરાતના મોરબી શહેરમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં ઝૂલતા પુલ તૂટી પડવાના સંદર્ભમાં પોલીસે શુક્રવારે ચાર્જશીટ દાખલ કરી હતી.આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા.નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ઝાલાએ મોરબી સેશન્સ કોર્ટમાં 1,200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.ઝાલા આ કેસના તપાસ અધિકારી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર,મોરબી ઝુલતા પુલ તૂટી પડવાની ઘટનામાં જેલમાં બંધ નવ આરોપીઓ ઉપરાંત ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં દસમા આરોપી તરીકે છે.અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ (ઓરેવા ગ્રૂપ) મોરબીમાં મચ્છુ નદી પરના આ બ્રિટિશ યુગના ઝૂલતા પુલનું સંચાલન કરે છે.
મેજિસ્ટ્રેટ કોર્ટે 30 ઓક્ટોબર, 2022 ના રોજ બનેલી ઘટના અંગે જયસુખ પટેલ સામે ધરપકડનું વોરંટ જારી કર્યું છે.પટેલની આગોતરા જામીન અરજી પર 1 ફેબ્રુઆરીએ સુનાવણી થશે.