Site icon Revoi.in

મોરબીનો સિરામીક ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો, 200થી વધુ કારખાનાંને લાગ્યા તાળાં

Social Share

મોરબીઃ શહેર અને જિલ્લામાં સિરામિકના અનેક કારખાનાંઓ આવેલા છે. અને અનેક લોકોને રોજગારી પુરી પાડી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી સિરામિક ઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો છે. હાલમાં મોરબીમાં સિરામિકનાં નાનાં-મોટાં 1,000 જેટલાં કારખાનાં આવેલાં છે, જેમાંથી છેલ્લા મહિનામાં એક કે બે નહીં, પરંતુ 200 જેટલાં કારખાનાં સદંતર બંધ થઈ ગયાં છે અને આગામી હજુ એકાદ મહિનામાં વધુ 150 જેટલાં કારખાનાં શટડાઉન લે એવી શક્યતા સેવાઈ રહી છે.

મોરબીના સિરામિક ઉદ્યોગએ વૈશ્વિક ઓળખ મેળવી છે. અને ચીન સાથે સ્પર્ધા કરી રહ્યો છે. વિશ્વમાં છેલ્લા ઘણા સમયથી સિરામિક પ્રોડક્ટની માગમાં ઘટાડો થઈ રહ્યો છે અને ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ માર્કેટમાં ભયંકર મંદી હોવાના કારણે સિરામિક ઉત્પાદકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. એની સાથોસાથ આ ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો લોકોની રોજગારી પણ છીનવાઈ રહી છે. 200 જેટલાં સિરામિકનાં કારખાનાંના ઉત્પાદકો દ્વારા સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યાં છે. હાલમાં જે મંદી અને મોંઘવારીનો માહોલ છે એની વચ્ચે ઉદ્યોગકારો માટે ટકવું મુશ્કેલ બની ગયું છે. બીજી બાજુ માલની ડિમાન્ડ ન હોવાથી મોટા ભાગના ઉત્પાદકોના ગોડાઉન તૈયાર માલથી છલકાઈ રહ્યા છે, જેથી આગામી એકાદ મહિનામાં વધુ 150 જેટલાં કારખાનાંની અંદર શટડાઉન લેવામાં આવે એવી શક્યતા છે.

મોરબીને દેશનું સિરામિકનું હબ ગણવામાં આવે છે. નવી ટેક્નોલોજી સાથેના વર્ષ 1992થી 99 સુધીના સમયગાળામાં ત્રણથી પાંચ કરોડના ખર્ચે સિરામિક કારખાનાં શરૂ થઈ જતાં હતાં, પરંતુ આજની તારીખે અદ્યતન ટેક્નોલોજી અને મોંઘવારી સહિતનાં પરિબળોને કારણે સિરામિકનું એક કારખાનું લગભગ 100 કરોડ રૂપિયાનું રોકાણ કરે ત્યારે કાર્યરત થઈ શકે છે. હાલ મોરબીની આસપાસના વિસ્તારમાં લગભગ 1000 જેટલા સિરામિકનાં કારખાનાં આવેલાં છે. એમાંથી 200 જેટલાં સિરામિકનાં કારખાનાંના ઉત્પાદકો દ્વારા સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યાં છે. આગામી એકાદ મહિનામાં વધુ 150 જેટલાં કારખાનાંની અંદર શટડાઉન લેવામાં આવે એવી શક્યતા છે.

મોરબી સિરામિક એસોસિયેશનના સૂત્રોના કહેવા મુજબ સિરામિક ઉદ્યોગ વ્યાપક મંદીનો સામનો કરી રહ્યો છે. આશરે 200 યુનિટ એવા છે, જે સદંતરે બંધ થઈ ગયા છે, જે હવે ચાલુ થઈ શકે એમ નથી. એક્સપોર્ટમાં સારીએવી ડિમાન્ડ હતી, પરંતુ કન્ટેનરમાં ભાડાવધારાને કારણે એ પણ બંધ થવા જેવી સ્થિતિમાં જ છે. અત્યારે આશરે 5થી 6 ગણો કન્ટેનરમાં ભાવવધારો થયો છે એના કારણે એક્સપોર્ટ બંધ છે. જો ડોમેસ્ટિકની વાત કરીએ તો એમાં જેવી હોવી જોઈએ એટલી ડિમાન્ડ નથી. ડોમેસ્ટિકમાં જે ટર્નઓવર હોવું જોઈએ એટલું ટર્નઓવર નથી, ગોડાઉનો ફુલ થઈ ગઈ ગયાં છે, કારખાનાં બંધ થવાની આરે છે, જે શ્રમિકો અમારે ત્યાં કામ કરી રહ્યા છે તે લોકોની રોજીરોટી છીનવાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે. (File photo)