રાજ્યમાં વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મોરબીનું માર્કેટિંગ યાર્ડ આજથી 9 જુલાઈ સુધી બંધ રહેશે
મોરબી: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને ધ્યાને લઈને મોરબીનું માર્કેટિંગ યાર્ડ તા . ૦૭ થી ૦૯ સુધી બંધ રહેશે અને રવિવારે પણ રજા હોવાથી સોમવારથી રાબેતા મુજબ કામ શરુ કરાશે.
મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઇન્ચાર્જ સેક્રેટરીની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર હાલમાં વધુ વરસાદની આગાહી હોવાના કારણે તા .7 થી 09 જુલાઈ સુધી અનાજ વિભાગની આવક તથા હરરાજીનું કામકાજ બંધ રાખવામાં આવે છે. તા .7 જુલાઈના રોજ હરાજી લેવામાં આવશે અને તા 11 જુલાઈને સોમવારથી યાર્ડ રાબેતા મુજબ શરુ થશે. જેની સર્વે એજન્ટભાઇઓ, વેપારીભાઇઓ તથા ખેડૂતભાઇઓને નોંધ લેવાનું જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મોરબીના માર્કેટિંગ યાર્ડમાં લોકો દુર દુરથી અનાજ વેચવા માટે આવતા હોય છે અને ક્યારે રસ્તામાં વધારે વરસાદ પડે અને અનાજ જો ભીંજાઈ જાય તો ખેડૂતને મોટા પ્રમાણમાં નુક્સાન થવાની પણ સંભાવના રહેલી હોય છે. સૂત્રોના આધારે તે પણ જાણકારી મળી રહી છે કે ચોમાસામાં માર્કેટિંગ યાર્ડમાં આવતા અનાજને નુક્સાન ન થાય તે માટેની પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી શકે છે.