- અનાનસ જેટલા ફાયદાકારક એટલા જ નુકશાનકારક
- વધુ માત્રામાં અનાનસ ખાવાથી સ્વાસ્થ્યને નુકશાન
અનાનસ ઉનાળાની ઋતુનું ફળ છે. અને તરબૂચની જેમ તેમાં પણ પુષ્કળ પાણી હોય છે. ફાઇબર,એન્ટીઓકિસડેંટસ અને ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ અનાનસ પાચનમાં પણ મદદ કરે છે.મેટાબોલિઝમ અને ઇમ્યુનિટીને મજબૂત કરે છે. અને સૌથી મોટી વાત એ છે કે, અનાનસ ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. કેટલીક સ્ટડીઝમાં એ વાત સામે આવી છે કે, અનાનસમાં કેલરી પણ ખૂબ ઓછી હોય છે,જે વજન ઘટાડવામાં અને મેદસ્વીતા ઘટાડવામાં મદદ કરી શકે છે. અનાનસના ફાયદા કેટલા છે, તે આપણે બધાં જાણીએ છીએ,પરંતુ શું તમે જાણો છો કે, વધુ માત્રામાં અનાનસ ખાવાનું સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે.
વધારે માત્રામાં અનાનસ ખાવાથી પણ થાય છે નુકશાન
એલર્જી
અનાનસનું વધારે માત્રામાં સેવન કરવાથી ઘણા લોકોને એલર્જી થઈ શકે છે. તેનાથી હોઠમાં સોજો આવે છે. અને ગળામાં અથવા કંઠમાં ખંજવાળ જેવી સંવેદના થાય છે
સુગર લેવલ વધવું
અનાનસ ખાવાના કારણે ઘણા લોકોમાં બ્લડ સુગરનું લેવલ વધી જતું હોય છે,જેના કારણે માથાનો દુખાવો થાય છે,તરસ વધી જાય છે. અને વારંવાર પેશાબ કરવા જવું પડે છે. આનું કારણ એ છે કે, અનાનસ કુદરતી રીતે ખૂબ જ મીઠા હોય છે. તેમાં નેચરલ સુગરની માત્રા વધુ હોય છે. અને તેના કારણે શરીરમાં સુગરનું લેવલ વધે છે.
દાંતમાં દુખાવો અથવા સડો થવો
અનાનસ વધુ માત્રામાં ખાવાથી દાંતની સંવેદનશીલતા અને સડોની સમસ્યા થઈ શકે છે. આનું કારણ એ છે કે, અનાનસમાં નેચરલી એસિડનું પ્રમાણ વધારે છે. જે ખાધા બાદ,મોઢામાં એક પ્રકારની કેમિકલ પ્રક્રિયા થાય છે, જે દાંત પરના હાજર ઇનેમલને નુકસાન પહોંચાડે છે.
પાચન સંબંધિત બીમારીઓ
અનાનસમાં વિટામિન સીની માત્ર ભરપુર પ્રમાણમાં હોય છે, તેથી જો વધુ અનાનસનું સેવન કરવામાં આવે તો તે ઉલટી, ઝાડા,પેટમાં દુખાવો,છાતીમાં બળતરા જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે.
-દેવાંશી