Site icon Revoi.in

ભારતની સરખામણીએ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વધારે ભ્રષ્ટાચાર

Social Share

દિલ્હીઃ ભારતમાં સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ભ્રષ્ટાચારને નાથવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ભ્રષ્ટાચાર મુદ્દે ભારત 86માં ક્રમે છે. જ્યારે પડોશી દેશ પાકિસ્તાન 124 અને બાંગ્લાદેશ 146ના ક્રમે છે. 180 દેશમાં કરવામાં આવેલા સર્વે અનુસાર જે દેશનો ક્રમ ઓછો એ દેશમાં ભ્રષ્ટાચાર ઓછો અને જે દેશનો ક્રમ વધુ તે દેશમાં ભ્રષ્ટાચાર વધારે છે.

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ દર વર્ષે જાહેર કરવામાં આવે છે. વર્ષ 2020નો કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ તાજેતરમાં પ્રગટ કરાયો હતો. આ ઇન્ડેક્સમાં દુનિયાના 180 દેશોમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારનો સર્વે કરીને વિગતો પ્રગટ કરાઇ હતી. આ ઇન્ડેક્સમાં 100માંથી 88-88 માર્ક મેળવીને ન્યૂ ઝીલેન્ડ અને ડેન્માર્ક ટોચ પર હતાં. ભારતને 100માંથી 40, ચીનને 100માંથી 42, પાકિસ્તાનને 31 અને બાંગ્લા દેશને 26 માર્ક મળ્યા હતા. પાડોશી દેશ અફઘાનિસ્તાનને ફક્ત 19 માર્ક મળ્યા હતા.

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલની ચેરપર્સન ડેલિયા ફરેરિયા રુબીઓએ જણાવ્યું હતું કે આ વખતે કોવિડ-19 ફક્ત આરોગ્ય પૂરતું કે આર્થિક સંકટ પૂરતું મર્યાદિત રહ્યું નથી. 2020માં દુનિયાભરના દેશોની સરકારની જેવી આકરી કસોટી થઇ એવી અગાઉ કદી થઇ નહોતી.