Site icon Revoi.in

ભારતમાં શિક્ષણ પ્રત્યે વધુ લોકો બન્યા જાગૃત – પ્રથમ વખત ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યા 4 કરોડને પાર, મહિલાઓ પણ આગળ

Social Share

ભારતમાં શિક્ષણનું સ્તર વધી રહ્યું છે હવે છેવાડાની મહિલાઓ પણ શિક્ષણને લઈને જાગૃત બની છે.મોટાભાગની મહિલાઓ હવે અભ્યાસ અર્થે પોતાના ગામ છોડીને શહેરોમાં પણ જઈ રહી છે જેને લઈને હવે ભારતક દેશ શિક્ષણની વાતમાં પણ આગળ ઘપી રહ્યો છે.ભારતમાં  4.14 કરોડથી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી બે કરોડથી વધુ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થયો છે.

એસટી કેટેગરીમાં સૌથી વધુ વિદ્યાર્થીનીઓની સંખ્યા 63.4 ટકા પર પહોંચી ગઈ છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, મધ્યપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન વધુ સારા પ્રદર્શનને કારણે ટોપ 6ની શ્રેણીમાં સામેલ થયા છે.

આ વાત શિક્ષણ મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા ઓલ ઈન્ડિયા સર્વે 2020-21ના રિપોર્ટમાં  સામે આવી છે. શિક્ષણ મંત્રાલય 2011 થી અખિલ ભારતીય ઉચ્ચ શિક્ષણ સર્વેક્ષણ કરી રહ્યું છે, જે દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને આવરી લે છે. સર્વેક્ષણમાં વિદ્યાર્થીઓની નોંધણી, શિક્ષકોનો ડેટા, માળખાકીય માહિતી, નાણાકીય માહિતી વગેરે જેવા વિવિધ પરિમાણો પર વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવે છે.

ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો માં વર્ષ 2014ની સરખામણીમાં 21 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે, 18 થી 23 વર્ષની વય જૂથ માટે GER 27.3 ટકા પર પહોંચી ગયો છે.  AISHE 2020-21 માં પ્રથમ વખત, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર ની મદદથી ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા વિકસિત વેબ ડેટા કેપ્ચર ફોર્મેટ  દ્વારા સંપૂર્ણપણે ઓનલાઈન ડેટા કલેક્શન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને અહેવાલો રજૂ કર્યા છે