હવે વધુ લોકો કરી શકશે વિમાનની યાત્રાઃ ઘરેલું વિમાનસેવાની ક્ષમતા 50 ટકાથી વધારીને 65 ટકા કરાઈ
- ઘરેલું વિમાન સેવાની સંખ્યા વધારાઈ
- મોટા પ્રમાણમાં લોકો હવે વિમાનની યાત્રા કરી શકશે
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઈને અનેક સેવાઓ ઓછી ક્ષમતા સાથએ અથવા તો બંધ કરવામાં આવી હતી, જેમાં ઘરેલું વિમાન સેવાની સંખ્યા પણ ઓછી કરવામાં આવી હતી ત્યારે હવે કોરોનાની સ્થિતિ જેમ જેમ સામાન્ય થતી જોવા મળે છે તેમ તેમ અનેક સેવાઓ સંપૂર્ણપણે ફરી શરુ કરવામાં આવી રહી છે.
કેન્દ્ર દ્રારા ઘરેલું વિમાન સેવા કંપનીઓને સોમવારના રોજ 65 ટકા ક્ષમતા સાથે સંચાલન કરવાની પરવાનગી આપી છે, નાગરિક ઉડ્યન મંત્રાલયએ સોમવારે બહાર પાડેલા આદેશમાં ક્ષમતાની મર્યાદા 50 થી વધારીને 65 ટકા કરી છે, આ આદેશ તાત્કાલિક અસરકારક બન્યો છે,જે 31 જુલાઈ સુધી અથવા આવતા આદેશ સુધી લાગુ રહેશે.
મંત્રાલયે આદેશની નકલ સાથે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, “સ્થાનિક વિમાન મુસાફરીની વધતી માંગ સાથે, સ્થાનિક નાગરિક ઉડ્ડયન ક્ષમતાની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરવામાં આવી છે.”
ઉલ્લેખનીય છે કે વિતેલા એક વર્ષથી સમાન પ્રતિબંધો બાદ મંત્રાલયે મંજૂરી આપી હતી એક તૃતીયાંશ ક્ષમતાવાળા ઘરેલુ રૂટ પર મુસાફરોની ફ્લાઇટ્સનું સંચાલન કરવાની પરવાનગી આપી હતી બાદમાં આ મર્યાદા વધારીને 80 ટકા કરી દેવામાં આવી. ત્યાર બાદ કોરોનાની બીજી લહેર અને મુસાફરોની સંખ્યામાં તીવ્ર ઘટાડાને ધ્યાનમાં રાખીને મંત્રાલયે 28 મેના રોજ ફરીથી ક્ષમતા મર્યાદા ઘટાડીને 50 ટકા કરી દીધી હતી.