Site icon Revoi.in

ગુજરાત એસટીના ડ્રાઈવર-કંડકટરની ભરતી માટે 1.55 લાખથી વધુ ઉમેદવોરાએ ફોર્મ ભર્યા

Social Share

રાજકોટ :  ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવર કંડકટરોની કુલ 7600 જેટલી જગ્યાઓ માટે આન લાઈન અરજીઓ માગાવાતા દોઢ લાખ કરતા વધુ બેરોજગાર યુવાનોએ અરજીઓ કરી છે. એસટીમાં ડ્રાઈવર અને કંડકટરની જગ્યાઓ માટે અરજી કરનારાઓમાં ગામડાંના સૌથી વધુ યુવાનો અને યુવતીઓ છે. ઉલ્લેખનીય છે કે ડ્રાઈવર કંડકટરોની ભરતી માટે છેલ્લા એક માસ કરતા વધુ સમયથી ઓનલાઈન ફોર્મ ભરવાની, પ્રક્રિયા ચાલતી હતી. જે ગત તા.6ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી. અને એક માસ કરતા વધુ સમયથી ચાલેલી આ ફોર્મ ભરવાની પ્રક્રિયાનાં અંતે 7600 જગ્યા માટે રાજયભરમાંથી દોઢ લાખથી વધુ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા છે.

એસટી નિગમનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ડ્રાઈવરની 3300 જેટલી જગ્યા માટે ગત .6 સપ્ટેમ્બર સુધીમાં 25 હજાર ઉમેદવારોએ ઓનલાઈન ઉમેદવારી નોંધાવી હતી. જયારે કંડકટરની 4300 જેટલી જગ્યા માટે રાજયભરમાંથી 1.30 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. હવે અરજી કરનારા ઉમેદવારોની કસોટી લેવામાં આવશે અને ત્યારબાદ ભરતી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનિય બાબત એ છે કે રાજયમાં ડ્રાઈવર- કંડકટરોની 7600 જગ્યા માટે સૌપ્રથમવાર 1.55 લાખ થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે. ત્યારે હવે એક માસ બાદ ફોર્મ ભરનારા ઉમેદવારોની મેરીટ મુજબ પરીક્ષા લેવાશે અને આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોની ભરતી કરાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, એસટીમાં ડ્રાઈવરોની 3300 જગ્યા માટે માત્ર 25000 યુવાનોએ અરજી કરી છે. જેમના ડ્રાઈવિંગના ટેસ્ટ લેવાયા બાદ ભરતી કરાશે. જ્યારે કંટક્ટરની 4300 જેટલી જગ્યા માટે સૌથી વધુ 1.30 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. જેમાં યુવતીઓની સંખ્યા ગણી મોટી છે. એટલું જ નહીં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સહિત ઉચ્ચ ડિગ્રીધારી યુવાનોએ પણ અરજીઓ કરી છે.