શિમલાઃ- દગેશના લોકોની ફરવા માટેની પહેલી પસંદ શિમલા-મનાલી હોય છે અને આ વાત પ્રવાસીઓની મુલાકાતનો આંકડો સાચો કરી બતાવે છે છેલ્લા 6 મહિનાની જો વાત કરીએ તો લગભગ 1 કરોડને 5 લાખથી પણ વધુ લોકોએ હિમાચટલ પ્રદેશની મુલાકાત લીધી છે.
પ્રાપ્ત વિગહત અનુસાર વર્ષ 2023ના શરુઆતના મહિના જાન્યુઆરીથી લઈને જૂન મહિના સુધીમાં કરોડો પ્રવાસીઓ દેશભરના ખૂણે ખૂણેથી અહીં વાદીઓની મજા માણી ચૂક્યા છે.આ છેલ્લા છ મહિનામાં રેકોર્ડ 1.6 કરોડ પ્રવાસીઓએ હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી.
એપ્રિલથી જૂન દરમિયાન રાજ્યના વિવિધ પર્યટન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. એપ્રિલમાં લગભગ 15 લાખ, મેમાં 21 લાખ અને જૂનમાં 25 લાખ પ્રવાસીઓ હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા. જાન્યુઆરીથી માર્ચ સુધી દર મહિને 12 થી 13 લાખ પ્રવાસીઓ આવ્યા હતા.
એટલું જ નહી રાજ્યમાં પહેલીવાર જૂન મહિના સુધી જ પ્રવાસીઓની સંખ્યા એક કરોડને વટાવી ગઈ છે. ત્યારે આગામી દિવસોમાં તહેવાર અને શિયાળાની સિઝન હવે આવવાની છે. આવી સ્થિતિમાં આ વર્ષે રાજ્યમાં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં નવો રેકોર્ડ બનાવી શકે તેવી શક્યતાઓ છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ્યારે રાજ્યમાં પરુરની સ્થિતિ વર્તાઈ હતી ત્યારે 70 હજાર પ્રવાસીઓ અહી ફસાયા હતા જોકે સરકારના અથાગ પ્રયત્નોથી દરેકને અહીથી નિકાળવામાં આવ્યા હતા ત્યારે હવે હિમાચલ પ્રદેશની સુંદરતા જે બગડી હતી તેને ફરી સુંદર બવાવા અને અહીના અર્થતંત્રને વેગ આપવાની કવાયત ફરી શરુ થઈ ચૂકી છે. ચોમાસા બાદ ષશિયાળાના આગમન સાથે જ ફરી એક વખત પ્રવાસીઓનો ઘસારો જોવા મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છએ કારણ કે ડિસેમ્બર-જાન્યુઆરી સ્નોફોલ માટે શિમલા મનાલી બેસ્ટ પ્લેસ હોવાથી મોટા ભાગવા પર્યટકો આ સિઝનમાં અહીની મુલાકાત લેવાનું વધુ પસંદ કરે છે.
આ પહેલા વર્ષ 2019માં જાન્યુઆરીથી જૂન સુધીમાં સૌથી વધુ 90 લાખ 61 હજાર પ્રવાસીઓ દેવભૂમિ હિમાચલ પહોંચ્યા હતા.ત્યારે વર્ષ 2023 સુધી આ રાજ્યની લોકપ્રિયતા વધી છે ઠેર ઠેરથી લોકો બરફની મજા લેવા તો કેટલાક તો ઠંડીમાં પણ સ્નોફોલ નિહાળવા અને અહીના વાતાવરણમાં ફરવા તથા એન્ડવેન્ચર એક્ટિવિટી કરવા આવતા હોય છે.અને રાજ્યની આવક વધારવા માટે સુખુ સરકારે પ્રવાસન ક્ષેત્રોને તેની પ્રાથમિકતા પર રાખ્યા છે. કાંગડાને પ્રવાસન રાજધાનીનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે.