આસામના 20 જીલ્લામાં પુરની સ્થિતિથી 1 લાખથી વધુ લોકો પ્રભાવિત, હવામાન વિભાગે આજે પણ આપ્યું રેડ એલર્ટ
- આસામમાં ચોમાસુ બેસે તે પહેલાજ પુરની સ્થિતિ વર્તાઈ
- 20 જીલ્લાના 1.20 લાખ લોકો સંકટની સ્થિતિમાં
દિસપુરઃ- છેલ્લા કેટલાક દિવસથી દેશના રાજ્ય આસામમાં પુરે તારાજી સર્જી છે,સ્થિતિ એવી છે કે રાજ્યના 20 જીલ્લાઓના 1 લાખ 20 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાતા વહિવટ તંત્ર પણ પરેશાન બન્યું છે.
.જાણકારી પ્રમાણે રાજ્યના 20 જિલ્લા પૂરથી પ્રભાવિત થયા છે, જેના કારણે લગભગ 1.20 લાખ લોકોના જીવન અસ્તવ્યસ્ત થઈ ગયા છે.અનેક નદીઓ બન્ને સ્તરે વહતી હોવાથી અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે જેને લઈને લોકોએ ઘર છોડવાનો વખત આવ્યો છે. આ સ્થિતિ પાડોશી દેશ ભૂટાન અને પડોશી રાજ્યોમાં ભારે વરસાદને કારણે સર્જાય છે.
આસામની ઘણી નદીઓનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવું બની રહ્યું છે કે, ઘરમાં પાણી ઘૂસી જવાથી ઘણા લોકો બેઘર બન્યા છે.જો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ દ્વારા તૈનાત બોટ દ્વારા છેલ્લા 24 કલાકમાં કુલ 1 હજાર 280 લોકોને બચાવવામાં આવ્યા હતા.
હીવટીતંત્ર દ્રારા પાંચ જિલ્લાઓમાં 14 રાહત શિબિર ચલાવી રહ્યું છે જ્યાં 2091 લોકોએ આશ્રય લીધો છે અને તે પાંચ જિલ્લામાં 17 રાહત વિતરણ કેન્દ્રો પણ ચલાવી રહ્યું છે. સેના, અર્ધલશ્કરી દળો, એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર અને ઇમરજન્સી સર્વિસ, સિવિલ એડમિનિસ્ટ્રેશન, એનજીઓ અને સ્થાનિક લોકોએ 1280 લોકોને અલગ-અલગ જગ્યાએથી સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.
આ સાથે જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પૂરની સ્થિતિને પહોંચી વળવા રાહત કાર્છેયમાં જોતરાઈ છે.જાણકારી પ્રમાણે ભૂટાનના પડોશી બોડોલેન્ડ પ્રાદેશિક વિસ્તારના તામુલપુર સબ-ડિવિઝનમાંથી સૌથી વધુ 565 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. વિવિધ જિલ્લાઓમાં પાક વિસ્તાર પણ પૂરથી પ્રભાવિત થયો છે. જેને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
આટલા જીલ્લાઓ પુરથી પ્રભાવિત
આસામના જે જીલ્લાઓ પુરથી પ્રભઆવિત છે તેવા ગામોમાં બાજલી, બક્સા, બરપેટા, વિશ્વનાથ, ચિરાંગ, દરરંગ, ધેમાજી, ધુબરી, ડિબ્રુગઢ, ગોલાઘાટ, હોજાઈ, કામરૂપ, કોકરાઝાર, લખીમપુર, નાગાંવ, નલબારી, સોનિતપુર, તામુલપુર, ઉદલગુરી, કોકરાઝાર, કોકરાઝાર અને નલબારીનો સમાવેશ થાય છે જ્યા સામાન્ય જીવન અસ્તવ્યસ્ત બન્યું છે.