Site icon Revoi.in

દિલ્હીમાં 100થી વધારે નાઈજીરિયનોના ગેરકાયદે ધામાઃ સાયબર ઠગાઈના ગુનાને આપે છે અંજામ

Social Share

કાનપુરઃ દેશની રાજધાની દિલ્હીમાં 100થી વધારે નાઈજીરિયન નાગરિકો ગેરકાયદે રીતે વસવાટ કરી રહ્યાં છે. કેટલાક લોકો મેડિકલ વિઝા ઉપર તો કોઈ ટુરિસ્ટ વિઝા ઉપર ભારત આવ્યાં હતા અને વિઝાનો સમય પૂર્ણ થઈ ગયો હોવા છતા ભારતમાં ગેરકાયદે વસવાટ કરી રહ્યાં છે. એટલું જ નહીં એક સોસાયટી પણ ઉભી કરી છે. જેમાં નાના-નાના ગ્રુપ બનાવ્યાં છે. જે દિલ્હીમાં બેસીને સમગ્ર દેશમાં સાયબર છેતરપીંડીને અંજામ આપે છે. આ ચોંકાવનારો ખુલાસો ક્રાઈમબ્રાન્ચની તપાસમાં થયો છે. ક્રાઈમબ્રાન્ચે નાઈજીરિયન સાઈબર ઠગ ઓકુરિવામા મોસિસના ભૂતકાળની તપાસ કરતા આ વિગતો સામે આવી હતી.

ક્રાઈમબ્રાન્ચે સોશિયલ સાઈટ્સ પર યુવતી-યુવતીઓ સાથે મિત્રતા કરીને છેતરપીંડી આચરનારા મોસિસની ધરપકડ કરી હતી. તેનો મોબાઈલ ફોન જપ્ત કરીને તપાસ કરાઈ હતી. જેમાં તમામ ચોંકાવનારા ખુલાસા થયાં છે. ક્રાઈમબ્રાન્ચની ટીમે દિલ્હીમાં તપાસ શરૂ કરી છે.ઓકુરિવામા મોસિસના મોબાઈલમાં અજામૈન નામનું વ્હોટ્સએપ ગ્રુપ મળ્યું છે. જેમાં નાઈજીરિયન નાગરિકો અને ક્રિશ્ચિયન કમ્યુનિટી સાથે જોડાયેલા લોકો છે. તપાસમાં સામે આવ્યું કે, 100થી વધારે નાઈજીરિયન ગેરકાયદે રીતે દિલ્હીમાં રહે છે. ગ્રુપના મોટાભાગના મેમ્બર દેશના અલગ-અલગ શહેરમાં છેતરપીંડીના ગુનાને અંજામ આપે છે.

નાઈજીરિયનોના સંપર્કમાં દક્ષિણ ભારતના યુવકો અને યુવતીઓ પણ છે. જેઓ છેતરપીંડીના ગુનાને અંજામ આપવામાં મદદ કરે છે. તેમણે પોતાના અસલ ઓળખ છુપાવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર મોસિસની મહિલા મિત્ર મેંડીને કાનપુર ક્રાઈમબ્રાન્ચને ટ્રેસ કરી લીધી છે અને ટુંક સમયમાં જ તેની ધરપકડ કરવામાં આવે તેવી શકયતા છે. તેની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.