Site icon Revoi.in

સાતમ-આઠમના તહેવારોમાં ટ્રાફિકના ધસારાને લીધે સુરતથી 100થી વધુ એસટીની એક્સ્ટ્રા બસો,

Social Share

સુરતઃ સાતમ-આઠમના તહેવારોનો પ્રારંભ થઈ ગયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારોનું સવિશેષ મહાત્મ્ય હોય છે. અને સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ સાતમ-આઠમના તહેવારોમાં પોતાના માદરે વતમ જતા હોય છે. એટલે તહેવારો દરમિયાન એસટી બસોમાં પ્રવાસીઓના ભારે ભીડ જોવા મળતી હોય છે. એટલે સુરત એસટી ડિવિઝન દ્વારા 100 જેટલી એક્સ્ટ્રા બસ મુકવામાં આવી છે.

સાતમ-આઠમના તહેવારને લઈને સુરત ST વિભાગ દ્વારા બે દિવસ માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાતમ-આઠમ પર 100 જેટલી વધારાની બસો સંચાલનમાં મુકવામાં આવી છે. જોકે, પ્રવાસીઓનો ઘસારો વધુ જોવા મળશે તો વધુ બસ મૂકવામાં આવશે. આ સાથે જ ગ્રુપ બુકિંગ પણ ચાલી રહ્યું છે. આગામી જન્માષ્ટમીના તહેવારોને લઈને સુરત એસ.ટી.નિગમ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અન્વયે આગામી સાતમ-આઠમના તહેવારો નિમિત્તે મુસાફરોની અવર-જવરને ધ્યાનમાં રાખી, મુસાફરોને સવલત મળી રહે અને અગવડતા ન પડે તેવા હેતુથી સુરત એસ.ટી.નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે સુરતના વિભાગીય નિયામક પીવી ગુર્જરએ  જણાવ્યું હતુ કે, સાતમ-આઠમ જેવા તહેવારોમાં અનેક પ્રવાસીઓ મુસાફરી કરતાં હોય છે. ત્યારે પ્રવાસીઓને કોઈ અગવડતા ન પડે તે માટે આગામી 6 અને 7 સપ્ટેમ્બર સાતમ-આઠમના રોજ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. હાલ તો 50થી 100 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન છે. જોકે, મુસાફરોની ઘસારો જોવા મળશે તો વધુ બસો મૂકવામાં આવશે. પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે તેમજ લોકોને હાલાકી ન પડે અને સુવિધા મળે તે માટે એસટી નિગમ દ્વારા દર વર્ષ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવે છે. હાલ પણ એક્સ્ટ્રા બસો મુકાઈ છે. એક્સ્ટ્રા બસોનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. જેનો મહત્તમ મુસાફરો લાભ લઈ રહ્યાં છે.

સુરત એસ.ટી.ડેપો દ્વારા પ્રવાસીઓનું  ગ્રુપ બુકિંગ  શરૂ કરવામાં આવ્યું છે.  50 લોકોનું ગ્રુપ તૈયાર થાય તો જે તે વિસ્તારથી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. બસની સુવિધા મેળવવા માટે અગાઉથી બુકિંગ કરાવવુ પડશે. આ બસ તેમના ગામ કે ઘર સુધી લઈ જવામાં આવશે. સુરત એસટી વિભાગને રક્ષાબંધન પર એક્સ્ટ્રા બસોથી 1.54 કરોડ રૂપિયાની આવક થઈ હતી. રક્ષાબંધનનો તહેવાર હોવાથી બે દિવસમાં 2.70 લાખ પેસેન્જર્સે એસટી બસનો લાભ લીધો હતો. આ બે દિવસમાં સુરત એસટી નિગમને 1.54 કરોડ રૂપિયાની આવક થઈ હતી.