દેશમાં છેલ્લા 24 કલાકમાં 10 હજાથી વધુ કેસ સામે આવ્યા,વિતેલા દિવસની તુલનામાં 15.7 ટકાનો વધારો
- કોરોનાના કેસોમાં સામાન્ય ઉછારો
- છેલ્લા 24 કલાકમાં 10 હજાર 549 કેસ સામે આવ્યા
દિલ્હીઃ- જ્યા એક તરફ દક્ષિણ આફ્રીકામાં કોરોનાના નવા વેરિએન્ટની પૃષ્ટિ કરવામાં આવી છેત્યા બીજી તરફ કાલની સરખામણીમાં આજે ભારતમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે, આ સાથે જ નવા વેરિએન્ટને લઈને પમ ભઆરતે દિશાનિર્દેશ જારી કર્યા છે.દેશભરમાં જાણે ફરી એક વખત કોરોનાને લઈને ચિંતાનો માહોલ સર્જાયો છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશમાં કોરોના વાયરસના 10 હજાર 549 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 488 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોના કેસની કુલ સંખ્યા 34,555, 431 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, સક્રિય કેસોની સંખ્યા 1 લાખ 10 હજાર 133 જોવા મળી રહી છે.
આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 9 હજાર 868 લોકોએ કોરોનાને માત આપી છે તેઓ કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 33,977,830 લોકો કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં વધતા જતા કોરોના કેસોની વચ્ચે રસીકરણે મહત્વની ભૂમિકા ભજવી છે, વેક્સિનને લઈને કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે.આ સાથે જ વેક્સિનેશનન પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે.