- સક્રિય કેસોની સંખ્યા 90 હજારને પાર
- 24 કલાકમાં નોંધાયા 11 હજાર 500થી વધુ કેસો
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે રોંજેરોજ નોંધાતા કેસો હવે આસમાને પહોંચ્યા છે ત્યારે હવે ફરી એક વખત 24 કલાક દરમિયાન કોરોનાના 11 હજાર 500થી વધુ કેસ નોંધાયા છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 11 હજાર 578 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે સમાન સમયગાળઆ દરમિયાન કોરોનાના 25 દર્દીઓના મોત થયા છે.
આ કેસથી હવે માત્ર પાંચ દિવસમાં નવા કેસમાં 70 હજાર 265નો વધારો થયો છે. જો સક્રિય કેસોની વાત કરીએ તો હવે તે એક લાખ સુધી પગોંચવાની તૈયારીમાં છે.આ નવા કેસ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસ વધીને 91 હજાર 61 થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના પોઝીટીવીટી રેટ વધીને 4.39 કટા થયો છે. દેશના પાંચ રાજ્યોમાં સકારાત્મકતા દર 8 ટકાથી વધુ જોવા મળે છે.આ સાથે જ જો સાજા થનારા દર્દીઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 10 હજાર 917 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,27,72,398 થઈ ગઈ છે.