અમદાવાદમાં એક મહિનામાં 11 લાખથી વધારે ટ્રી પ્લાન્ટેશન
અમદાવાદઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો ગ્લાબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે, જે માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં મનપા દ્વારા થ્રી મિલિયન એટલે કે 30 લાખ વૃક્ષના વાવેતર માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં એક મહિનાના સમયગાળામાં લગભગ 11 લાખ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે. શહેરના ઉત્તર ઝોનમાં 1.45 લાખ, પશ્ચિમ ઝોનમાં 1.17 લાખ, પૂર્વ ઝોનમાં 3.27 લાખ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 1.18 લાખ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 99 હજાર, મધ્ય ઝોનમાં 12 હજાર અને દક્ષિણ ઝોનમાં 2.51 લાખનું વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધારવા માટે અમદાવાદ મહાનગર પાલિકા ગાર્ડન વિભાગ દ્વારા દર વર્ષ મીલીયન ટ્રી અભિયાન હાથ ધરાય છે. ત્યારે ચાલુ વર્ષે પણ વરસાદી સિઝનમાં અમદાવાદ શહેરમાં 30 લાખ નવા વૃક્ષો પ્લાન્ટેશન કરવા લક્ષ્યાક રખાયો છે. લિમડો, ગરમાળો, વડ, પીપળો , ઉમરો, ખાટી આંબલી, ગુલમહોર જેવા વિવિધ પ્રકારના જાતના લાંબા વૃક્ષો વાવેતરનું આયોજન કરાયુ છે. અમદાવાદ શહેરમાં ગ્રીન કવર 15 ટકાથી વધુ કરવાનો લક્ષ્યાક અમદાવાદ મહાનગર પાલિકાએ રાખ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા છેલ્લા અનેક વર્ષથી ઝોન વાઇન ઓક્સિજન પાર્ક ઉભા કરાયા છે. વર્તમાન કરવામાં આવેલા 30 મીલીયન ટ્રી પ્લાન્ટેશન અભિયાનનો લાભ આવનાર વર્ષોમાં અમદાવાદીઓને મળશે. કારણ કે એક તરફ સિમેન્ટરના જંગલો વધી રહ્યા છે. શહેરનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે શહેરમાં ગ્રીન કવર પણ વધારવા અભિયાન હાથ ધરાયુ છે. 30 લાખ વૃક્ષના લક્ષ્યાક સામે અત્યાર સુધી એએમસી દ્વારા 11 લાખ વૃક્ષોનું પ્લાન્ટેશન કરાયુ છે. આવનાર મહિનામાં હજુ વધુ 19 લાખથી પ્લાન્ટેશન કરવાનો ટાર્ગેટ રખાયો છે.
પર્યાવરણ આપણી આસપાસના તમામ આવરણો થી બનેલુ છે પર્યાવરણ અને આ પર્યાવરણ નું જતન કરવાની જવાબદારી અને વૃક્ષો વાવવાની જવાબદારી એ ભારતના તમામ નાગરિકો ની છે.ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણ નો અનોખો મહિમા રહ્યો છે. આપણે પ્રકૃતિના સર્વ તત્વોની પૂજા કરીએ છીએ. વૃક્ષો પર્યાવરણ માટે અનિવાર્ય રીતે અગત્યના છે. જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લેવાનું કામ કરે છે. વૃક્ષો, જંગલો, નદી-પર્વતો, સાગર, પશુ-પંખી, પ્રાણીઓ, ધરતી-આકાશ અને માનવીનું જીવન- આ સહિયારા અસ્તિત્વની ભાવના છે. પ્રકૃતિ પર્યાવરણના બેફામ ઉપયોગને કારણે પર્યાવરણીય અસમતુલા સર્જાય છે. સાંપ્રત સમયમાં અનેક પ્રકારના પ્રદૂષણ વધ્યા છે. સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થી ચિંતિત છે. ઋતુચક્ર ખોરવાયા છે. માનવ જીવન પર આની વિઘાતક અસરો થાય છે. ત્યારે પ્રકૃતિ-પર્યાવરણના સુયોગ્ય જતન-સંવર્ધન માટે, માનવ અસ્તિત્વ અને સુસંવાદી બનાવવા માટે આપણે પ્રકૃતિના જતન અને પર્યાવરણની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બનવા ની જરૂર છે.