Site icon Revoi.in

દેશમાં છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા,  સક્રિય કેસો 66 હજારને પાર

Social Share

 

દિલ્હીઃ- દેશમાં ફરી કોરોનાએ કહેર ફેલાવ્યો છે દૈનિક નૌંધાતા કેસો 10 હજારને પાર આવી રહ્યા છે ત્યારે ફરી છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ કેસ નોંધાયા છે,દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના સૌથી વધુ કેસ જોવા મળે છે.

જો કે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ ગઈકાલની સરખામણીએ 7 ટકા ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 11 હજાર 683 નવા કેસ સામે આવ્યા છે. આ સમયગાળા દરમિયાન કોરોનાના કારણે  28 લોકોના મોત થયા છે.

હાલમાં દેશમાં સક્રિય કેસ કુલ સંક્રમણના 0.15 ટકા જોવા મળે છે અને આ સાથે જ કોરોનામાંથી સાજા થવાનો દર 98.67 ટકા નોંધાયો છે.તો બીજી તરફ રહવે સક્રિય કેસો 66 હજારથી વધુ થીને દેશમાં 66 હજાર 170 સક્રિય કેસ જોવા મળી રહ્યા  છે આ અગાઉ 20 એપ્રિલે 12,591 અને 19 એપ્રિલે 10,542 કેસ નોંધાયા હતા.

આ સાથે જ કોરોના કેરળને સૌથી વધુ અસર કરી રહ્યો છે. કેરળમાં નવના મોત થયા છે. એક અહેવાલ પ્રમાણે, દેશમાં સાત મહિનામાં સૌથી વધુ મૃત્યુ  ગુરુવારે નોંધાયા છે. તે જ સમયે, રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે.કોરોનાનો મૃત્યુ દર 1.18 ટકા  નોંધાયો હતો, જ્યારે કોરોનાથી સાજા થવાનો દર 98.67 ટકા નોંધાયો હતો.