1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના એરપોર્ટ પર કોરોના કાળમાં પણ 20 મહિનામાં 12 લાખથી વધુ પ્રવાસી નોંધાયાં
સુરતના એરપોર્ટ પર કોરોના કાળમાં પણ 20 મહિનામાં 12 લાખથી વધુ પ્રવાસી નોંધાયાં

સુરતના એરપોર્ટ પર કોરોના કાળમાં પણ 20 મહિનામાં 12 લાખથી વધુ પ્રવાસી નોંધાયાં

0
Social Share

સુરતઃ   શહેરના એરપોર્ટ  ટ્રાફિક વધતો જાય છે. કોરોનાના કપરા કાળમાં પણ 20 મહિનામાં 12 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. ગુજરાતના નાના શહેરો સાથે ઈન્ટરસિટી ફ્લાઈટસ શરૂ કરાતા તેને પણ સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે.

સુરત શહેર ઉદ્યોગ-ધંધામાં ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. જેમાં શહેરના એરપોર્ટમાં પણ ટ્રાફિક વધતો જાય છે. કોરોનાના કપરા કાળમાં 20 મહિના ખુબજ ફાયદાકારક રહ્યા છે. માર્ચ 2020 માં શરૂ થયેલી કોરોના પહેલી વેવમાં થયેલા લોકડાઉન બાદ સુરત એરપોર્ટ પર સતત મુસાફરોની અને ફ્લાઇટ સંખ્યામાં વધારો નોંધાયો છે. સુરત એરપોર્ટ પર વર્ષ -2020 ના મે મહિનામાં માત્ર 1616 પેસેન્જરની અવર જવર નોંધાઈ હતી. ત્યારબાદ પેસેન્જરની અવર જવર વધારો થતો જોવા મળ્યો હતો અને માર્ચ -2021 માં 96086 પર પહોંચી ગઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના વાયરસની બીજી લહેર આવતા જ એપ્રિલ , મે અને જૂન ત્રણેય મહિનામાં એરપોર્ટથી અવર – જવર કરતા પેસેન્જરોની સંખ્યા ઘટી ગઈ હતી. એપ્રિલ મહિનામાં 48089 , મે મહિનામાં 15381 અને જૂન મહિનામાં 28581 નોંધાઈ હતી. એ પછી કોરોના વાયરસ તો વર્ષ -2020 ના મે મહિનામાં ડોમેસ્ટિક હળવો થતા ફરી પેસેન્જરોની સંખ્યા વધી હતી. વર્ષ -2021 ના ડિસેમ્બર મહિનામાં સુરત એરપોર્ટ પર 1,35,503 પેસેન્જરની અવર જવર નોંધાય છે. આમ , કોરોના વાયરસના કહેર વચ્ચે છેલ્લા 20 મહિનામાં સુરત એરપોર્ટથી પેસેન્જરની અવરજવર 12,22,710 નોંધાય છે.

અત્રે ઉલ્લેખનીય છેકે પાછલા થોડા સમયથી મોટી સંખ્યામાં સુરતની ફ્લાઇટ કનેક્ટીવીટી સારી રહી હતી અને લોકો પણ પહેલી અને બીજી કોરોના વેવને કારણે ઘરમાં કંટાળી ગયા હતા જેથી ફરવા માટે નીકળ્યા હતા . ખાસ કરીને બેંગ્લોર , દિલ્હી અને ગોવાની ફલાઇટને સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો. ફ્લાઇટ ઓપરેશનના આંકડા જોઈએ તો વર્ષ 2020માં મે મહિનામાં ડોમેસ્ટિક ફ્લાઇટ નું ઓપરેશન શરૂ થયું હતું . એ  સમયે સુરત એરપોર્ટથી માત્ર 28 ફ્લાઇટ ની અવરજવર નોંધાઈ હતી. તે પછી ફ્લાઇટ ની સંખ્યામાં વધારો નોંધાયો હતો. અને એપ્રિલ -2021 માં 1240 પર પહોંચી ગઈ હતી. પણ કોરોના વાયરસની બીજી લહેર આવતા જ  મહિનામાં ફ્લાઇટ અવર જવર 981 પર પહોંચી ગઈ હતી. એ પછી કોરોના વાયરસ હળવો થતા જ ફરી ફલાઇટ ની અવર જવર વધી ગઈ હતી. એવામાં જ ડિસેમ્બર 2021 માં 2063 ફ્લાઇટ ની અવર જવર નોંધાય છે. પરંતુ હાલમાં ત્રીજી લહેરની પીક વધતા ફ્લાઇટ ઓપરેશન ની સંખ્યા અને પેસેન્જરોની સંખ્યા માં પણ ઘટાડો નોંધાયો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code