- છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ સામે આવ્યા
- એક્ટિવ કેસ 1 લાખને પાર
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે સતત કેટલાક દિવસોથી કોરોનાના કેસ 12 હજારથી વધુ નોંધાી રહ્યા છે ત્યારે જો છેલ્લા 24 કાકની વાત કરીએ તો આ દરમિયાન કોરોનાના 12 હજાર 807 નવા કેસ સામે આવ્યા છે.
આ સાથે જ વિતેલા દિવસને સોમવારે 12 હજાર 406 દર્દીઓએ કોરોનાને માત આપી હતી, જ્યારે 19 લોકોના સંક્રમણથી મોત થયા હતા. આ સાથે દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5 લાખ 25 હજારને પાર પહોંચી ચૂકી છે.
છેલ્લા 5 દિવસથી એક્ચિવ કેસ સતત 1 લાખથી વધતા જ જઈ રહ્યા છે.છેલ્લા 14 દિવસમાં દેશમાં દરરોજ 10 હજારથી વધુ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે.
આ સાથે, સક્રિય કેસોની સંખ્યા વધીને 1 લાખ 12 હજાર 761 થઈ ગઈ છે. છેલ્લા 6 દિવસથી એક્ટિવ કેસની સંખ્યા એક લાખથી વધુ છે. જોકે, રવિવારની સરખામણીમાં સોમવારે કોરોનાના નવા કેસોમાં 23 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.