અમદાવાદઃ મહાનગરી મુંબઈમાં ભારે વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણને કારણે 16થી વધુ ફ્લાઈટ્સને અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાં સેચવાન એરલાઇન્સની ચેંગડુ થી મુંબઈ, એતિહાદ એરવેઝની અબુધાબીથી મુંબઈ જતી, ઓમાન એરની મસ્કતથી મુંબઈ જતી, મલેશિયા એરલાઇન્સની કોલલમપુરથી મુંબઈ જતી ઇન્ટરનેશનલ ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ ઉપર ડાયવર્ટ કરી હતી જ્યારે કોલકત્તા દિલ્હી જોધપુર ગોવા વારાણસી કોઇમ્બતર ચેન્નઈ અમૃતસરની ડોમેસ્ટિક ફ્લાઈટને પણ અમદાવાદ એરપોર્ટ ઉપર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
ગુજરાતના દક્ષિણ ભાગથી કેરળના ઉત્તર ભાગ સુધીની વરસાદી માહોલ જામ્યો છે. જેને કારણે મુંબઈ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, મુંબઈ એરપોર્ટ ઉપર દેશ અને દુનિયામાંથી સૌથી વધુ ફ્લેટની આવન-જાવન રહેતી હોય છે મુંબઈમાં અતિ ભારે વરસાદને કારણે વાતાવરણ પ્રતિકૂળ બનતા તેમજ વિઝિબિલિટી પણ ખૂબ ઓછી હોવાથી ફ્લાઈટ ઓપરેશનમાં મુશ્કેલી સર્જાઇ હતી તેને કારણે અનેક ફ્લાઈટને મુંબઈના આકાશમાં ચક્કર લગાવ્યા બાદ નજીકના એરપોર્ટ ઉપર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
મુંબઈ બાદ દેશના પશ્ચિમ ભાગમાં અમદાવાદ એરપોર્ટ ઉપર ફ્લાઇટનું ટેકઓફ અને લેન્ડિંગ કરવા માટે પૂરતી એફિશિયન્સ હોવાથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સ્કૂલ ફ્લાઇટને મુંબઈના બદલે અમદાવાદ એરપોર્ટ ઉપર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી જેમાં સેચવાન એરલાઇન્સની ચેંગડુથી મુંબઈ, એતિહાદ એરવેઝની અબુધાબીથી મુંબઈ જતી, ઓમાન એરની મસ્કતથી મુંબઈ જતી, મલેશિયા એરલાઇન્સની કોલલમપુરથી મુંબઈ જતી ઇન્ટરનેશનલ ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ ઉપર ડાયવર્ટ કરી હતી જ્યારે કોલકત્તા દિલ્હી જોધપુર ગોવા વારાણસી કોઇમ્બતર ચેન્નઈ અમૃતસરની ડોમેસ્ટિક ફ્લાઈટને પણ અમદાવાદ એરપોર્ટ ઉપર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. તેમાં મોટેભાગે ઈન્ડિંગો એરલાઇન્સ, અકાસા એરલાઇન્સ, વિસ્તારા એરલાઇન્સની ફ્લાઈટનો સમાવેશ થયો છે. તેમાં પણ અબુધાબીથી મુંબઈ જતી ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કર્યા બાદ પણ બે કલાકથી વધુ સમય માટે મુસાફરો એરક્રાફ્ટમાં જ બેસી રહ્યા હતા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા મુસાફરો માટે ફૂડની વ્યવસ્થા ન હોવાથી 240 પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.