Site icon Revoi.in

છેલ્લા 24 કલાકમાં 16,900થી વધુ કોરોનાના કેસ નોંધાયા – 51 દર્દીઓના થયા મોત.સક્રિય કેસો હવે 1 લાખ 44 હજારથી વધુ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં હાલ પણ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,દેશમાં નોંધાતા દૈનિક કેસોનો આકંડો હવે 15 હજારને પાર પહોચ્યો છે, સરેરાશ 15 કે 16 હજારથી વધુ કેસ આવી રહ્યા છે આવી સ્થિતિમાં હવે સક્રિય કેસો દોઢ લાખ થવાને આરે છે.

જો દેશભરમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન દેશભરમાં 16 હજાર 935 જેટલો કોરોનાના કેસ નોંધાયો છે તો સમાન સમયગાળા દરમિયાન કુલ 51 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જો કે નવા નોંધાયેલા કેસ ગઈકાલની સરખામણીમાં ઓછા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા  પ્રમાણે , ગત રોજ  16 હજાર 69 દર્દીઓએ કોરોનાને માત આપી હતી અને સ્વસ્થ થયા છે.તો બીજી તરફ સક્રિય કેસોની વાત કરીએ તો તે  હવે દેશમાં  વધીને 1 લાખ 44 હજાર 264  જોવા મળી રહ્યા છે

જો દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટની વાત કરીએ તો તે વધતો જોવા મળ્યો છે જે હાલ દેશમાં  6.48 ટકા પર પહોંચી ગયો છે.દેશભરમાં રસકીરણના આકંડાએ 200 કરોડનો આકંડો પપાર કરી લીધો છે તો સાથે જ પ્રિકોશન ડોઝ પણ મોટા પાયે આપવામાં આવી રહ્યા છે.આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 16,069 લોકો કોરોનાથી સ્વસ્થ પણ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 43097510 લોકો સાજા થયા છે.