Site icon Revoi.in

દેશમાં કોરોના વાયરસના નવા 16 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં

Social Share

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરીથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં નવા 16 હજાર જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. દરમિયાન કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 207.29 કરોડને પાર પહોંચ્યું છે. 12-14 વર્ષની વય જૂથ માટે 3.96 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે

પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,299 કેસ નોંધાયા છે. બીજી તરફ કોરોના રસીકરણ અભિયાવન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ 207.29 કરોડનેને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, 3.96 કરોડથી વધુ કિશોરોને COVID-19 રસીના પ્રથમ ડોઝ આપવામાં આવ્યા છે. તેવી જ રીતે, 18-59 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 સાવચેતી ડોઝ એડમિનિસ્ટ્રેશન પણ 10મી એપ્રિલ,2022 થી શરૂ થયું હતું.

ભારતનો સક્રિય કેસલોડ આજે ઘટીને 1,25,076 થયો છે. દેશના કુલ પોઝિટિવ કેસના 0.28% સક્રિય કેસ છે. પરિણામે, ભારતનો રિકવરી રેટ 98.53% ઉપર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 19,431 દર્દીઓ સ્વસ્થ થયા છે અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 4,35,55,041 થઈ છે.

છેલ્લા 24 કલાકમાં કુલ 3,56,153 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતમાં અત્યાર સુધીમાં 87.92 કરોડથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યાં છે. સાપ્તાહિક અને દૈનિક સકારાત્મક દરોમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં 4.85% છે અને દૈનિક સકારાત્મકતા દર 4.58% હોવાનું નોંધાયું છે.